News of Tuesday, 30th September 2025
દેશળદેવ ટ્રસ્ટ દ્વારા રવિવારે રાસોત્સવ
રાવણા રાજપુત યુથ અને રાષ્ટ્રીય ચામુંડા સેનાના સંયુકત ઉપક્રમે વિશ્વંભરી કલબ વેલવેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજન : જ્ઞાતિજનોને ટોકનદરે પાસ વિતરણ શરૂ

રાજકોટ તા. ૩૦ : દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુકત ઉપક્રમે રાવણા રાજપુત યુથ ગુજરાત તેમજ રાષ્ટ્રીય ચામુંડા સેના સંસ્થાન ભારત દ્વારા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના જ્ઞાતિબંધુઓ માટે રાજકોટ ખાતે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૫ ઓકટોબરના રવિવારે સાંજે ૬ વાગ્યે વિશ્વંભરી કલબ વેલ્વેટ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રિલાયન્સ ટ્રેન્ડ શો રૂમ પાસે, સિનર્જી હોસ્પિટલ પાસે રાજકોટ ખાતે આયોજીત આ રસોત્સવમાં સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસે રમવાનો આનંદ લુંટશે.
સાંજે ૬ વાગ્યે માતાજીની આરતી બાદ કાર્યક્રમનો પ્રારંભ કરાશે. સીસીટીવી કેમેરાથી સજજ ધમાકેદાર ઓરકેસ્ટ્રા, ખ્યાતનામ સીંગર અને પારિવારિક માહોલમાં આ આયોજન થયુ છે. બહેન દિકરીઓની સુરક્ષા માટે બાઉન્સર, અલ્ટ્રા સાઉન્ડ સીસ્ટમ તેમજ સારૂ પરફોર્મ કરનારાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જ્ઞાતિજનોએ રૂ.૫૦ ના ટોકન ચાર્જ સાથે વહેલાસર પાસ મેળવી લેવા સંસ્થાના કાર્યાલય રૈયા રોડ, કિશાનપરા અન્ડર બ્રીજ નજીક, પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં, સદ્દગુરૂ માર્કેટ, ત્રીજામાળે રૂબરૂ અથવા વધુ માહીતી માટે કાનાભાઇ ચૌહાણ (મો.૯૪૦૯૨ ૦૦૮૦૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કાનાભાઇ ચૌહાણ, રૂપસિંહ તવર, જીવાભાઇ સોલંકી, કાળુસિંહ રાઠોડ, ગોવિંદભાઇ પઢીયાર, શૈલેન્દ્રસિંહ ચૌહાણ, આદિત્યસિંહ ચૌહાણ, ખિલેનભાઇ ભટ્ટી, સોહનસિંહ પવાર, કિશનસિંહ રાઠોડ, લક્ષ્મણસિંહ શાખલા, દેવસિંહજી ચૌહાણ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:48 PM IST)










