News of Tuesday, 30th September 2025
મીઠા સાટા-બરફી-માવો-ગાંઠીયા-જલેબી-લાડુ-મેસુબ સહિત ૩ર મીઠા-ફરસાણના નમુના લેવાયા
મનપા દ્વારા તહેવારોને અનુલક્ષીને શહેરભરમાં ચેકીંગ : સોરઠીયાવાડીથી પવનપુત્ર ચોક વિસ્તારમાં ર૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી : ૧૩ ને લાઇસન્સ અંગે નોટીસઃ ફુડ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા., ૩૦: મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓના એકમોની હાઈજેનિક કન્ડિશન તથા વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓ પાસેથી કુલ ૩૨ નમૂના લેવામાં આવેલ.
મનપાની સતાવાર યાદી મુજબ મીઠા સાટા (લુઝ): તથા મધુર મિલન બરફી (લુઝ): શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, ડેસ્ટિનેશન પ્લસ, શોપ નં.૦૧, અમિન માર્ગ, અક્ષર ચોક પાસે. હેઝલિશ મીઠાઇ (લુઝ) કાજુકતરી મીઠાઇ (લુઝ): તથા મીઠો માવો (લુઝ): -શ્રી કળષ્ણ ડેરી ફાર્મ, કળષ્ણનગર મેઇન રોડ. મવડી પ્લોટ, ખાતેથી નમુના લેવાયા હતા.
જયારે કાજુકતરી મીઠાઇ (લુઝ): તથા મીઠા સાટા (લુઝ) જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ, અમળત ગિયરની સામે, ગાંઠિયા (લુઝ): તથા જલેબી (લુઝ) ધારેશ્વર ફરસાણ, ભક્તિનગર સર્કલ, મીઠા સાટા (લુઝ): અંજીર બરફી (લુઝ): શ્રી મહેશ ડેરી ફાર્મ, વાણિયાવાડી મેઇન રોડ, જલારામ ચોક, પાપડી ગાંઠિયા (લુઝ) જલારામ ફરસાણ, જલારામ ચોક, જલેબી (લુઝ) તથા મીઠા સાટા (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, ગીતાનગર મેઇન રોડ, તથા મોરા સાટા (લુઝ): તથા પિસ્તા લાડુ (લુઝ): સ્થળ -રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.
જલેબી (લુઝ): તથા ભાવનગરી ગાંઠિયા (લુઝ): સ્થળ -અન્નપુર્ણા ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ, તથા પાપડી ગાંઠિયા (લુઝ) તથા જલેબી (લુઝ): તથા પાપડી ગાંઠિયા (લુઝ): રાધેક્રિષ્ના ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ, તથા જલેબી (લુઝ): તથા પાપડી ગાંઠિયા (લુઝ): -શ્રી ઉમિયા ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ,
મીઠા સાટા (લુઝ): ગાયત્રી ફરસાણ માર્ટ, ગાયત્રીનગર મેઇન રોડ, મેસુબ (લુઝ): બાલાજી ફરસાણ, હસનવાડી મેઇન રોડ, મીઠા સાટા (લુઝ): ક્રિષ્ના સ્વીટ ્રૂ ફરસાણ, હસનવાડી મેઇન રોડ, ત્રિશુલ ચોક, જલેબી (લુઝ): પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, સરકાર મેઇન રોડ, ત્રિશુલ ચોક, રાજકોટ તીખા ગાંઠિયા (લુઝ): બાલાજી ફરસાણ, હસનવાડી શેરી નં.૦૪, બોલબાલા માર્ગ,
ઉપરાંત સેવ (લુઝ) બાલાજી ફરસાણ, હસનવાડી શેરી નં.૦૪, બોલબાલા માર્ગ, કાજુ કતરી (લુઝ) તથા એક્ઝોટીકા (મીઠાઇ -લુઝ): સ્થળ -સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ, હસનવાડી મેઇન રોડ, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતેથી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના સોરઠિયાવાડી થી પવનપુત્ર ચોક વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં જય બહુચરાજી હોટલ પૂરી શાક , રીચ મદ્રાસ કાફે, કૈલાશ કચ્છી દાબેલી, જલારામ રેસ્ટોરેન્ટ, સદગુરુ રેસ્ટોરેન્ટ, મારાજ પૂરી શાક, નેજાધારી ડાઈનિંગ હોલ, જય જલારામ ગાંઠિયા, શ્રી નાથજી ભજીયા ્રૂ પૂરી શાક, રુદ્ર અમેરિકન મકાઇ, જય અંબે દાળપકવાન, જય રામનાથ પૂરી શાક, રાજ દાળપકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(3:49 PM IST)










