<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

વાગે રે નગારા રે મારા વિરપૂરધામમાં.. હો રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ...

અકિલા રઘુવંશી બીટસમાં પ્રાચીન ગરબા, મંડળી ગરબાઓ પર રમવા ખેલૈયાઓને મજબૂર કરતા ગાયકોઃ પ્રિન્‍સ-પ્રિન્‍સેસને ઇનામો

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ ઉપર રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત ‘‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવમાં'' આઠમાં નોરતે અત્‍યંત રસાકસીભરી તંદુરસ્‍ત હરીફાઈ બાદ ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે મિત રતનપુરા, વિવેક દાસાણી, વસંત નિસર્ગ તથા પ્રિન્‍સેસ તરીકે જીયા ખંધેડીયા, ઘેર્યા ઉનડકટ, દર્શી તૈલી, ગ્રુપ-બી માં પ્રિન્‍સ તરીકે શિવમ ઠક્કર, યસ પોપટ, નીલ કારિયા તથા પ્રિન્‍સેસ તરીકે અઢિયા વિશ્વા, કાશ્‍મીરા સોમૈયા, આરતી મેણીયા તથા સી-ગ્રુપ માં પ્રિન્‍સ તરીકે હિરેનભાઇ ઠકરાર તથા પ્રિન્‍સેસ તરીકે પરીતા સરૈયા, મેનાબેન કગથરા, રીયાબેન વસંત વિજેતા બન્‍યા હતા.

અકિલા રઘુવંશી બીટસ મા મારું મન મોર બની થનગાટ કરે., હો રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ., કોઇ કેજો કાનુડા ને જઇ.., ઘોર અંધારી રે રાતલડી માં, કાચી કેરી અંગુર કાલા, રસીયો રૂપાળો રંગ રેલીયો..., તને ચાર ચાર બંગડીવાળી ગાડી., રોણા શેરમાં રે રોણા શેરમાં , મછરાળી મોગલ આવે.., વિરપુર વસે મારા જોગી જલીયાણ..., મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી.. ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને મંડળી ગરબા સાથે દાંડીયાનું સમાપન કરેલ હતુ.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઇ રૂપારેલીયા, હિરેનભાઇ નથવાણી, પારસભાઇ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઇ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્‍ખર તથા ઉત્‍સાહી અને સાથી ટીમ ખૈલૈયાઓને દરરોજ નવી થીમ પ્રર ગરબે ઘુમવા મજબુર કરી રહ્યાં છે.

વિશેષ માહિતી માટે મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.૮૭૫૮૫૮૫૮૪૮, મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા  યાદીમાં જણાવાયુ છે.

(3:50 PM IST)