<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

કલબ યુવીમાં આજે ભવ્‍ય મહા આરતીઃપાટીદારોમાં અનેરો ઉત્‍સાહ

લેસર શો, પુષ્‍પવર્ષા, આતશબાજી, વૈદીક મંત્રોચ્‍ચાર દ્વારા મા ઉમિયાની આરતી કરાશે : બનારસ ઘાટથી આવેલા ૬ ભૂદેવો દ્વારા વૈદીક મંત્રોચ્‍ચાર સાથે મા ઉમિયાની મહાઆરતીઃ રંગબેરંગી લાઇટીંગ ફુગ્‍ગાઓ અને રોશની આતશબાજી દ્વારા અદભૂત આકાશી દ્રશ્‍યો સર્જાશેઃ કેરેલીયન કલાકારો પરંપરાગત વષોમાં સજજ થઇ ભરતનાટયમ્‌ નૃત્‍ય કલા દ્રારા મહેમાનોનું સ્‍વાગત કરશે

રાજકોટ,તા.૩૦: શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત 'કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ -૨૦૨પ'માં ૧૬ વર્ષની સફળતા બાદ સતત ૧૭ મા વર્ષે ભવ્‍ય અને પરંપરાગત રીતે શહેરમાં ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્‍પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્‍સવનો આનંદ માણી રહ્યા છે. કલબ યુવીમાં આજે મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્‍ય મહાઆરતી યોજાનાર છે. કલબ યુવી આયોજીત મહાઆરતીના ભવ્‍ય આયોજનમાં સામેલ થવા પાટીદાર શ્રેષ્ઠીઓ તથા પાટીદાર પરીવારોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળે છે.

ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્‍સવના ડાયરેકટર બીપીનભાઈ બેરાના જણાવ્‍યા અનુસાર સતત ૧૭ માં વર્ષે હર વર્ષની માફક આ વર્ષે પણ કલબ યુવી દ્રારા ભવ્‍યાતીભવ્‍ય મહાઆરતીનું આયોજન કરેલ છે. કલબ યુવી રાસોત્‍સવના ગ્રાઉન્‍ડમાં દક્ષીણ ભારત શૈલીમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના વિશાળ મંદિરની સ્‍થાપના કરવામાં આવે છે. તેમજ દરરોજ તેમની પુજા અર્ચના વિવિધ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવે છે. હમેંશા કંકઈ નવું અને નોખુ કરવાની નેમ ધરાવતા કલબયુવીમાં ૧૦ હજાર ખલૈયાઓ અને ૧૨ હજાર દર્શકો ની ઉપસ્‍થિતીમાં રંગારંગ મહાઆરતી યોજાશે. સૌપ્રથમવાર ૧૦ જેટલા કેરેલીયન કલાકારો દક્ષિણ ભારતીય ડ્રેસકોડમાં સજજ થઇ ભરતનાટયમ દ્રારા મહેમાનોનું સ્‍વાગત કરશે. પરંપરાગત કેરેલીયન વષોમાં સજજ થઇને કલાકારો મહાઆરતીમાં આવેલા મહેમાનો અને પાટીદાર શ્રેષ્ઠીઓનું ભરતનાટયમ્‌ નૃત્‍યકલા રજુ કરી સ્‍વાગત કરશે.

આજે આઠમાં નોરતે કલબ યુવી આયોજીત મહાઆરતીમાં ઉમિયા પરિવાર રાજકોટની વિવિધ સંસ્‍થાઓ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો, પાટીદાર અગ્રણીઓ, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ,  દાતા પરિવારો, સાથે અનેક પાટીદાર ભાઈઓ-બહેનો જોડાશે.કડવા પાટીદાર પરિવારોમાં આઠમનું નોરતું મા ઉમિયાના નોરતા તરીકે ઉજવાય છે. ઘેર-ઘેર નૈવૈધ તથા આરતી પૂજન દ્રારા મા ઉમિયાની આરાધના કરાય છે. કલબ યુવીમાં આજે કડવા પાટીદાર કુળદેવી જગત જનની મા ઉમિયાની ભવ્‍યાતિ ભવ્‍ય મહાઆરતી યોજાશે. ભારતના સુપ્રસીધ્‍ધ સ્‍થળ પવીત્ર ગંગાનદીના કિનારે દરરોજ થતી સંધ્‍યા આરતીમાં જોડાતા બ્રાહમણોને ખાસ બનારસ થી કલબ યુવીની મહાઆરતીમાં જોડવામાં આવ્‍યા છે. બનારસ થી આવેલા ૬ બ્રાહમણો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે ગંગાઘાટની થીમ પર મા ઉમિયાની આરતી કરશે કરાશે. રંગબેરંગી લાઇટીંગ નો ભવ્‍ય લેસર શો દ્રારા અદભૂત દશ્‍ય રચાશે. ડોન દ્રારા એલઇડી સ્‍ક્રિન પર આકાશ માં એનીમેશન સાથે મા ઉમિયાનું અવતરણની ઝાંખી પ્રર્દશીત કરાશે. મા ઉમિયાના મંદિર પર પુષ્‍પવર્ષા કરવામાં આવશે. ભવ્‍ય આતશબાજી કરાશે માતાજીની આરતી દરમ્‍યાન ગ્રાઉન્‍ડના ખલૈયાઓ તેમજ દર્શકો દ્વારા મોબાઈલની ફલેશ લાઇટ દ્રારા જોડાશે. ૧૦૦ ફુટ ઉંચી ક્રેઇન દ્રારા ભવ્‍ય આતશબાજી અને એરીયર શોટ તેમજ રંગબેરંગી લાઇટીંગ વાળા ૧૦૦૦ ફુગ્‍ગાઓ આકાશમાં નયનરમ્‍ય દ્રશ્‍ય સર્જશે. સંપૂણ ભકિતમય અદભૂત વાતાવરણ કલબ યુવીના ગ્રાઉન્‍ડ પર સર્જાશે.

 કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં સાતમા નોરતે ભાજપ અગ્રણી દિનેશભાઈ અમૃતીયા, હર્ષીતભાઈ કાવર, કાંતીભાઈ માકડીયા, બીપીનભાઇ ખાચર, હાર્મની ગ્રુપના હસમુખભાઈ ઠુંમર, વિનોદભાઈ આસોદરીયા, ભરતભાઈ ખાચર, કિશોરભાઈ સોરઠીયા, કુમનભાઈ પનારા, વુડ ઓપ્‍શનના દિલીપભાઈ રબારા, ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્‍ટના અશોકભાઈ દલસાણીયા, મહેશભાઈ ભુવા, ગોરધનભાઈ કણસાગરા, ઉમિયા પદયાત્રીક પરિવારના વિનુભાઈ મણવર, ધર્મેન્‍દ્રભાઈ ઉકાણી, રાજુભાઈ ત્રાબંડીયા, શ્રીરામ યુવા ગ્રુપના નીલ ભાલોડી, રાજકોટ એન્‍જી. એસોસીએશનના હોદેદારો એ આરતીનો લ્‍હાવો લીધો હતો. અતિથિ વિશેષ તરીકે ઉમિયાધાના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, રાજકોટ રૂરલના એસીપી ચિરાગભાઈ પટેલ, જીગીશાબેન પટેલ, રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંધના મહેશભાઈ જીવાણી તથા હોદેદારો, શહેર ભાજપના ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, ભરતભાઈ શીંગાળા, હરેશભાઈ કાનાણી, કોર્પોરેટર કેતન પટેલ, સહીતના અગ્રણીઓ કલબ યુવીના મહેમાન બન્‍યા હતા. કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં સાતમા નોરતે ખલૈયાઓ દેશભકિતના તાલે ઝુમ્‍યા હતા. કલબ યુવી ના સુરેશભાઈ જાવીયા તથા કલાકારો મયુરબુધ્‍ધદેવ, અક્ષીત પટેલ, જલ્‍પા સુરતી, અવનીબેન પીઠડીયા, સહીતની ટીમ દ્વારા કલબ યુવી ના ખેલૈયાઓ માટે દરરોજ અલગ અલગ થીમ તૈયાર કરીને એક અલગ અંદાજમાં ખેલૈયાઓને મન મુકીને ઝુમાવવા માટે સંગીતની સુરાવલી રેલાવાય છે. ગઇ કાલે રાત્રે ૧૧ વાગ્‍યા આસપાસ શરૂ થયેલા વરસાદ વચ્‍ચે પણ ખલૈયાઓએ તિરંગા લહેરાવી વંદે વાતરમની થીમ પર ઝુમ્‍યા હતા. કલબ યુવીના ડાયરેકટર મૌલેશભાઈ ઉકાણી, સ્‍મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્‍દ્રભાઈ ઘેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ કલબ યુવીની મહાઆરતીમાં પધારવા માટે પાટીદાર અગ્રણીઓ પાટીદાર પરિવારો ને જોડાવા અપીલ કરી છે.

(3:51 PM IST)