<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

કાલે મા ચામુંડ મા ની વાડી (જવેરા) નિકળશે

ભીલ સમાજની પરંપરા મુજબ દાયકાઓથી માંગ&ળીકા પરિવારનાં મઢે (જાગનાથ)થી પંચભૂવાશ્રીની આગેવાની હેઠળ વાડી (જવેરા) નિકળશેઃ જ્ઞાતિજનોને આમંત્રણ

રાજકોટઃ ભીલ સમાજની પરંપરાગત જુની રીત-રીવાજ મુજબ માં ચામુંડા મા ની વાડી (જવેરા) આવતી કાલે દશેરાના તા. ૧/૧૦ બુધવારના રોજ નિકળશે. આ  ભીલ સમાજ પરંપરાગત જુની રીત રીવાજ પ્રમાણે માં ચામુડામાથી વાડીએથી (જવેરા) માં ભીલ સમાજના પુરષો, બાળકો પગપાળા ચાલીને નાચતા ગાતા માં ચામુંડા માના ગરબા ગાતા હર્ષો ઉલ્લાસ થી ભાગ લેશે.ે

આ માં ચામુડામાં નીવાડી (જવેરા) અશરે ૧ર૦ વર્ષથી ભીલ સમાજ વતી માંગળીક કુટુંમ્‍બના વળવાઓ કાઢતા હતા . જેમણે સ્‍વ. ખેતાદાદા સ્‍વ. ફકીરા દાદા સ્‍વ. રવજીદાદા  સ્‍વ. મોહનદાદા અને હવે આ વાડી (જવેરા) માંગળીકમાં કુટુંબના ભૂવા શ્રી હસુભાઇ માગણીમાં દ્વારા કરવામાં આવે છે.

માં ચામુડામાની વાડી (જવેરા)  કાલે બુધવાર તા. ૧/૧૦ ના રોજ બપોરે ૩ વાગ્‍યે રાબેતા મુજબ નિયત સ્‍થળેથી વાજતે ગાજતે નિકળશે.  જે પરંમપરાગત ૧૭૦ વર્ષથી વધુ સમય થી રાજકોટમાંથી નીકળે છે. પંચના ભુવાની આગેવાની હેઠળ માંગળીકા પરિવારના મઢેથી બપોરે ૩ વાગ્‍યે જાગનાથ માંથી નીકળીને જનસતા ચોક, ફુલછાબ ચોક, જયુબેલી ચોક, હોસ્‍પિટલ ચોક, થઇ કેસરીપુલ પાસે પૂર્ણાહુતી થશે. જે જવેરાને પાણીમાં પધરાવવામાં આવશે. તસ્‍વીર : હસમુખભાઇ રાણા (માંગલીળીકા), મનીષભાઇ રાણા (માંગળીકા) મો. નં. ૯૮૨૫૪ ૮૧૯૦૪, પલાભાઇ માંગળીકા,(રાણા) રાજુભાઇ માંગલીકા, હર્ષદભાઇ માંગળીકા નજરે પડે છ. ( તસ્‍વીરઃ અભિજીત બગથરીયા   

(3:56 PM IST)