<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

રાજકોટ મોરબી રોડ હાઇવે પર બાલગોપાલ હોટલ પાસે ડમ્પરની ઠોકરે બેડી યાર્ડના વેપારી વૃદ્ધનું કમકમાંટી ભર્યું મોત: ડમ્પરચાલક અકસ્માત સર્જી ભાગી ગયો

રાજકોટ: વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે જેમાં રાજકોટ મોરબી હાઇવે પર બેડી યાર્ડ નજીક બાલગોપાલ હોટલ પાસે ડમ્પરનો ચાલક બાઈકને ઠોકરે લઈ ભાગી જતા બાઈક ચાલક રતનપરમાં રહેતા અને બેડી યાર્ડમાં કરિયાણાની પેઢી ચલાવતા વૃદ્ધ વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે.

 ગવરીદળથી જીગ્નેશ પ્રજાપતિએ તસવીર મોકલી જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર વૃદ્ધનું નામ કામેશ્વરભાઈ જોશી છે અને તેઓ ૭૦ વર્ષના હતા. હાલ તેઓ રતનપર ગામે સાંગાણીનગરમાં રહેતા હતા. સાંજે યાર્ડ ખાતેથી પોતાની પેઢી વધાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. કુવાડવા રોડ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે બનાવને પગલે જોશી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

 

(9:36 PM IST)