News of Wednesday, 1st October 2025
શહેરનાં મધ્યમાં આવેલા એસ્ટ્રોન અન્ડરપાસ પાસે ૨૦ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું રાજકોટનું સૌથી મોટું જીમ
ટોપી......રાજકોટને મળ્યું ગુજરાતનું સૌપ્રથમ એઆઇ આધારિત અદ્યતન ફીટ ફર્સ્ટ જીમઃ કાલે ભવ્ય ઉદ્ધાટન વિશાળ પાર્કિંગ, કેફેટેરીયા, પીકલ બોલ, લોકર, ફિઝિયોથેરાપી સેન્ટર, ઝુંબા એરોબિક અને યોગા સ્ટુડિયો સહિતની આધુનિક સુવિધાઓ હવે એક જ છત નીચે મળશે સર્ટીફાઈડ સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ કિશનભાઈ જાળગ દ્વારા કાઉન્સેલીગ કર્યા બાદ જ વર્કઆઉટ, ઈન્ટરનેશનલ બ્રાન્ડના તમામ ઈક્વિપમેન્ટ અને ૧૦ ટ્રેનરની વિશાળ ટીમ ક્વોલિફાઈડ ટ્રેનર દ્વારા વર્કઆઉટ ચાર્ટ અને ડાયટ ચાર્ટ પ્રોવાઈડ કરાશે તેમજ આઈસબાથ અને સ્ટીમબાથની સુવિધા માત્ર પાંચ જ મિનિટમાં ફૂલ બોડી એનાલિસીસ, જેમાં સ્નાયુઓની સ્થિતિ, બોન કેપેસિટી અને શરીરમાં રહેલા પાણીના પ્રમાણ સહિતની સ્થિતિ જાણી શકાશે

રાજકોટ : શહેરના મધ્યમાં આવેલા એસ્ટ્રોન અન્ડર પાસ પાસે કાલે ૨ ઓક્ટોબર વિજયા દશમીને ગુરૂવારના શુભ દિવસે સવારે ૧૦ વાગ્યે રાજકોટનું સૌથી મોટું અને અદ્યતન જીમ ફીટ ફર્સ્ટ જીમનું બીજી બ્રાંચનું અપૂર્વમુની સ્વામીના હસ્તે ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. ૨૦,૦૦૦ સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમા સ્થપાયેલ આ જીમ માત્ર શહેર જ નહીં પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ એવી ફિટનેસ ડેસ્ટિનેશન બનશે જ્યાં એઆઇ આધારિત સિસ્ટમ અને મોડર્ન મશીનો દ્વારા વર્કઆઉટની સુવિધા ઉપલબ્ધ રહેશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
આ મોસ્ટ એડવાન્સડ એન્ડ મોસ્ટ ટેક્રિકલ જીમની વિશેષતાઓમાં વિશાળ પાર્કિંગ, હેલ્ધી ફુડ કેફેટેરિયા, પીકલ બોલ, લોકર, ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ જુમ્બા, એરોબિક અને યોગા સ્ટુડિયો જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ફિટનેસ પ્રત્યે સજાગ રહેનારાઓ માટે ખાસ કરીને પાંચ જ મિનિટમાં ફૂલ બોડી એનાલિસિસની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં સ્નાયુઓની સ્થિતિ, બોન કેપેસિટી અને શરીરમાં રહેલા પાણીના પ્રમાણ સહિતની વિગતવાર જાણકારી મળી શકશે.
દરેક સભ્યને સર્ટીફાઈડ સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ એક્સપર્ટ કિશનભાઈ જાળગ દ્વારા કાઉન્સેલિંગ બાદ જ વર્કઆઉટ કરાવવામાં આવશે. ઉપરાંત ક્વોલિફાઈડ ટ્રેનર દ્વારા વ્યક્તિગત વર્કઆઉટ ચાર્ટ આપવામાં આવશે. અહીં ઈન્ટરનેશનલ બ્રાન્ડના આધુનિક ઈક્વિપમેન્ટ સાથે ૧૦ અનુભવી ટ્રેનરોની વિશાળ ટીમ કાર્યરત રહેશે, જે દરેક સભ્યને માર્ગદર્શન આપશે. ફિટનેસ પ્રેક્ટિસ પછી રિલેક્સેશન માટે આઈસબાથ અને સ્ટીમબાથની ખાસ સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે, જેથી શરીરનો થાક દૂર થાય અને રીકવરી ઝડપથી થાય.‘‘ફીટ ફર્સ્ટ જીમ'' શ્રેષ્ઠ લોકેશન સાથે શહેરના ફિટનેસ લવર્સ માટે નવી આશા બની રહેશે. ફિટનેસને લઈને વધતી જાગૃતિ વચ્ચે આ જીમ માત્ર વર્કઆઉટ સેન્ટર નહીં પરંતુ હોલિસ્ટિક હેલ્થ સોલ્યુશન પ્રોવાઈડર તરીકે અનોખી ઓળખ ઉભી કરશે.
જયપાલસિંહ ચાવડા (ભાજણ પ્રમુખ વોર્ડ નં. ૧૭), ક્રિપાલસિંહ ચાવડા, ભાર્ગવસિંહ ચાવડા અને ક્રૃશાલસિંહ ચાવડા દ્વારા શરૂ કરાયેલા આ નવા સોપાન એફએફ એરેનામાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપના અગ્રણીઓ ભરતભાઈ બોઘરા, પ્રશાંતભાઈ કોરાટ, મનસુખભાઈ જોષી, માધવભાઈ દવે, જૈમિનભાઈ ઠાકર સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ તેમજ મેયર નયનાબેન પેઢડીયા, ઉપ મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને શહેરના અનેક આગેવાનો જોડાશે. તેમજ માર્ગદર્શક તરીકે રમેશભાઈ એમ. ચાવડા (શ્રી ઘનશ્યામ ક્રેડિટ કો-ઓપ.), રમેશભાઈ આર. ચાવડા (ઈગલ પોલિમર પ્રા. લિ.) અને ખાસ ખબર ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ એન. ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
ડિજિટલ કિઓસ્કની સુવિધા
ડિજિટલ કિઓસ્ક જ્યાં જિમ પર આવતા તમામ સભ્યો પોતે જ લોગિન કરીને તમામ પ્રકારની માહિતી મેળવી શકશે, વ્યક્તિગત વર્કઆઉટ પ્લાન જોઈ શકશે, વેઇટ, બીએમઆઈ, બોડી ફેટ જેવા ડેટા સ્ક્રીન પર જોવા મળશે. ફિટનેસ ટ્રેકર સાથે કનેક્ટ થઈને રિઝલ્ટ બતાવશે.
રિહેબિલિટેશન માટે ખાસ એક્સરસાઇઝ પ્લાન
ફિઝિયોથેરાપીસ્ટ ડો.દિવાકર મહેતા અને ડો.ધવલ નકુમે જણાવ્યું કે આધુનિક જીમોમાં ફિઝિયોથેરાપી સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે ફિટનેસ સાથે રિકવરી અને ઇન્જરી પ્રીવેન્શન પણ એટલું જ જરૂરી છે. ત્યારે વર્કઆઉટ પહેલાં યોગ્ય વોર્મ-અપ અને સ્ટ્રેચિંગ ગાઇડન્સ, અલ્ટ્રાસાઉન્ડ, TENS, થેરાપ્યુટિક એક્સરસાઇઝ જેવા ઉપાય, મસલ રિલેક્સેશન ટેક્રિક્સ અને રિહેબિલિટેશન માટે ખાસ એક્સરસાઇઝ પ્લાન આ જીમમાં પૂરી પાડવામાં આવશે.
(10:23 AM IST)










