તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 1st October 2025
કાલે દશેરાએ કંકણ પ્રસ્તુત ‘ચંદરવો ચોપાટનો ર્માં ગરબે ઘૂમે'
૧૭૫૧ દિવાના ઝળહળાટે સરગમ - શ્રી હંસ - ગેલેક્સી ગ્રુપનું ભવ્યાતિભવ્ય આયોજનઃ પ્રથમવાર ગરબા વિશ્વમાં ૧૬ કુકરી - સોગઠાં સંગમે માં ઉમિયાના ચોપાટ ગરબાનો નવતર પ્રયોગ ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. અલ્પનાબેન ત્રિવેદી, કિરણભાઈ પટેલ અને આર્કિટેક્ટ નિલેશભાઈ ભોજાણીનું અનેરૂ આયોજન અકિલાના ફેસબૂક પેઇજ પર લાઇવ પ્રસારણ

રાજકોટઃ ગરબા વિશ્વનું અગ્રેસર નામ આઇ.સી.સી.આર માન્ય કંકણ ઇન્ટરનેશનલ રાજકોટ- ગુજરાત - ભારત દ્વારા પ્રતિવર્ષ યોજાતા કલાત્મક ગરબા - ગરબી - રાસ - રાસડા પ્રયોગાત્મક ગરબાનો રૂડો કાર્યક્રમ ‘ચંદરવો ચોપાટનો ર્માં ગરબે ઘૂમે' દશેરા તા. ૨ ઓક્ટોબર, (ગુરુવાર) ગાંધી જયંતીના રોજ હેમુ ગઢવી હોલ - રાજકોટ ખાતે રાત્રિના ૮:૪૫ કલાકે યોજાનાર છે. આ શક્તિ આરાધનાના કાર્યક્રમમાં ભક્તિમાં તરબોળ થવા ગરબા આરાધક આમંત્રિત પ્રેક્ષકગણને રાષ્ટ્રીય એવોર્ડ વિનર ‘કલાધરીત્રિ' કંકણ સંસ્થાપિકા અને નૃત્ય નિર્દેશિકા સુ.શ્રી સોનલબેન હંસદેવજી સાગઠીયાએ નિમંત્રણ પાઠવેલ છે.
કાર્યક્રમ કંકણ પ્રેરણાષાોત અકિલા મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી હંસદેવજી સાગઠીયા તેમજ ડો. ઘનશ્યામ જાગાણીએ શુભેચ્છાઓ પાઠવી છે. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય શ્રી વજુભાઈ વાળાના હસ્તે થશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ ક્લબ રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી અને ગેલેક્સી ગ્રુપ ઓફ સ્કૂલના કિરણભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રતિ વર્ષની માફક ગરબાને ગૌરવવંતી રાખનાર સંસ્થા કંકણને ઉદ્યોગપતિઓ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ), મનીષભાઈ મદેકા (રોલેક્સ રીંગ્સ) અને સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ) નો આર્થિક સહયોગ સાંપડ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.
ગીત - સંગીત- સંચાલન - નૃત્ય નિર્દેશન
સ્વર શિલ્પીઓઃ સ્વર સામ્રાગ્ની લતા મંગેશકર, પં. જસરાજજી, પદ્મશ્રી હેમંત ચૌહાણ, દિવાળીબેન ભીલ, કરસનદાસ સાગઠીયા, ડો. ભરત પટેલ, ગાર્ગી વોરા,એશ્વર્યા મજમુદાર, આશિત દેસાઈ, વિભા દેસાઈ, હાર્દિક રાઠોડ, નેહા સોલંકી
ગીત - સંગીત સર્જકોઃ ડો. ભરત પટેલ રાજકોટ અને અતુલ રાણીંગા
કંકણ પ્રસ્તુત ‘ચંદરવો ચોપાટનો ર્માં ગરબે ઘૂમે' નૃત્યમય કાર્યક્રમનું સંચાલન ઉદઘોષિકા અને કંકણ ટ્રસ્ટી આરજે નૂપુર કંકણના નિશિતા કુકડીયા માંડવીયા અને સારસ્વત મનોજ શુક્લ (સાંસ્કૃતિક સલાહકાર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી - અમદાવાદ) ભાવવહી શૈલીમાં પ્રેક્ષકગણને અભિભૂત કરશે અને મીરવા સગપરીયા, ખયાલી કીકાણી અને ઉન્નતિ દેસાઈની નયનરમ્ય કલા સૂજથી કાર્યક્રમની રંગ સજ્જા - વેશભૂષા માર્ગદર્શિત કરાઈ છે. કલાત્મક ગરબા - ગરબી - રાસ - રાસડાનું સમગ્ર કલ્પન - સંકલન અને નૃત્ય નિર્દેશન કંકણ મેનેજિંગ ટ્રસ્ટી ટ્વીંકલ ઘનશ્યામ જાગાણી અને કંકણ ટ્રસ્ટી ઝલક મિહિર છાયા દ્વારા કરવામાં આવ્યું છે.
દશેરા તા. ૨ ઓક્ટોબર (ગુરુવાર) ગાંધી જયંતિના દિવસે સવારે ૧૦ કલાકે ‘ચંદરવો ચોપાટનો ર્માં ગરબે ઘૂમે' કાર્યક્રમના પ્રવેશ કાર્ડનું ગરબા પ્રેમીઓને વિતરણ લાલ બહાદુર શાષી વિદ્યાલય - જે.જે. કુંડલીયા કોલેજ, શાષી મેદાન સામે લીમડા ચોક ખાતેથી કરાશે.તેવું કંકણ ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ ભોજાણીએ જણાવ્યું છે. ઉક્ત કાર્યક્રમમાં ખ્ થી થ્ હરોળ આરક્ષિત છે. ત્યારબાદ વહેલા તે પહેલાના ધોરણે કાર્યક્રમમાં પ્રવેશ મળશે. પ્રેક્ષાલયમાં ૮ વર્ષથી નીચેના બાળકો નિષેધ છે. કાર્યક્રમ સમય પૂર્વે ૧૫ મિનિટે સ્થાન ગ્રહણ કરી લેવા જણાવાયું છે. આદ્યશક્તિ આરતી બાદ આરક્ષિત બેઠક પર હક રહેશે નહી.(૩૮.૩૪)
ગરબા બત્રીસી રંગત સંગત
પ્રસ્તુત થનાર ગરબા - ગરબી - રાસ - રાસડાઓ (૧) ૧૭૫૧ દીવાઓ (૨) ૩૦ x ૩૦ની સાચી ચતુરંગી ચોપાટ (૩) ૧૨ ઘંટ (૪) ૬ ત્રિશૂળ (૫) ૬ શંખ (૬) ૧૨ નવવાટી દીવીઓ (૭) ૮ ભવાઈ માંડવડીઓ (૮) ૩૮ રંગબેરંગી ગરબાઓ (૯) ૮ જવારા (૧૦) ૮ પૂજા થાળી (૧૧) ૪ બાજોઠ માંડવડી (૧૨) ૬ સપાખરું - મઢ મંદિર (૧૩) ૬ કળશ (૧૪) ૪ ખાંડણિયા (૧૫) ૪ સાંબેલા (૧૬) ૪ સુપડા (૧૭) ૧ ઘંટુલો (૧૮) ૩૨ થાળી (૧૯) ૬ રામસાગર (૨૦) ૧૨ કરતાલ (૨૧) ૬ બેડા (૨૨) ૬ ગાગર (મટુકી) (૨૩) ૧૬ જોડી દાંડીયા (૨૪)૧ક્રિષ્ન બંસી (૨૫) ૪ ધૂપેડીયા (૨૬) ૧૨ વીંઝણા (૨૭) ૨૦ કટાર (૨૮) ૨૦ મંજીરાં (૨૯) ૬ ધજા (૩૦) ૩૨ રૂમાલ (૩૧) ૨ રંગબેરંગી છત્રી (૩૨) ૮ ફૂલ માંડવડી
નવતર ગરબો ચોપાટ
પ્રતિવર્ષ કંકણ પ્રયોગાત્મક ગરબાના સર્જનમાં શાષીય - સુગમ ગીત અને નર્તન સાથે જગતજનની જગદંબા અને શંકર, ગણેશ, મહિષાસુર વધ સાથે ૩૦ x ૩૦ ની સાચી પૃથ્વી લોક ચોપાટ પર ૧૬ કુકરી રૂપે કંકણના કલાકારને ચોપાટ ગરબો ખેલતા કર્યા. ડો. ભરત પટેલ દ્વારા હેજી એવી ચોપાટુ મંડાણી ચંદન ચોકમાં ગીતનું સ્વર - સંગીત નિયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સ્વર છે કોકિલકંઠી ગાર્ગી વોરાનો.
‘ચંદરવો ચોપાટનોર્માં ગરબે ઘૂમે' કાર્યક્રમ અંતર્ગત ભાતીગળ કૃતિઓ
૧.ગરબડીયો ગવરાવો, ૨.ચોપાટ ગરબા, ૨. શૌર્ય કટાર કથા રાસડો (સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ), ૩.ભવાઈ ગરબી, ૪. ઘંટારવ ગરબા, ૫.દીવડા -દીવા જાગ ગરબા, ૬.ચીરમી - વાઘ ગરબા, ૭.સપાખરું - મઢ મંદિર ગરબો, ૮.અ. સૌ. તાલી - ચપટી રાસડો ૧૦. ભોજનિયા થાળી રાસડો, ૧૧. કરતાલ - રામસાગર ભક્તિ રાસડો , ૧૨. દેશી પ્રાચીન રાહડો, ૧૩. વિંઝણો અર્વાચીન રાસ, ૧૪. આદિવાસી ગરબો, ૧૫. બેડા રાસ , ૧૬. વીંછિયો - ઘડુલીયો રાસ ,૧૭. ઈસ્કોન દાંડિયા રાસ
(1:17 PM IST)










