તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 1st October 2025
સાયબર ફ્રોડનો ભોગ બનનારા ૪૯ અરજદારોને રોકડ અને મોબાઇલ પરત અપાવ્યા
એ.ડીવીઝન પોલીસના પીઆઇ બી.વી.બોરીસાગર અને પીએસઆઇ એ.એમ.ઝાલા તથા સ્ટાફની કામગીરી

રાજકોટ : તેરા તુજકો અર્પણ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારમાં સાયબર ફ્રોડમાં નાણા ગુમાવનારા લોકો તેમજ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી અરજદારોને પરત અપાવવા માટે પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા, જોઇન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, તથા ડીસીપી રાકેશ દેસાઇ અને એસીપી બી.જે.ચૌધરીની સુચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ બી.વી.બોરીસાગર તથા સાયબર ક્રાઇમ સ્કવોડના પીએસઆઇ એ.એમ.ઝાલા સહીતના સ્ટાફે પોલીસ મથકમાં આવેલી અરજીઓની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સાયબર ફ્રોડનો ભોગ બનનારા અરજદારોના રૂા.૬,૮૬,૬૧ર રોકડ તથા રૂા. પ,૯૬,૦૩૭ લાખના મોબાઇલ મળી કુલ ૪૯ અરજદારોને રોકડ તથા મોબાઇલ પરત અપાવ્યા હતા. આ કામગીરી પીઆઇ બી.વી.બોરીસાગર તથા પીએસઆઇ એ.એમ.ઝાલા, પો.હેડ કો. જયેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. જયવીરસિંહ ઝાલા, સતીષભાઇ બારડ, જીતુબેન ભગવાનજીભાઇ, રૂતીકાબેન રૂડાણી, આઇટી એક્ષપર્ટ ઇરફાનભાઇ અંસારી દ્વારા કરવામાં આવી હતી.(૪.૧૫)
(2:26 PM IST)










