તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Wednesday, 1st October 2025
‘‘રંગ ભીની રાધા લઇ બાધા...'' આજ ગગનથી ચંદન ઢોળાય...‘‘અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓ ચાલુ વરસાદે મન મૂકીને વરસ્યા

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ ઉપર આયોજીત અકિલા રઘુવંશી બીટસમાં નવમાં નોરતે ચાલુ વરસાદમાં પણ ખેલૈયાઓએ ‘‘રંગ ભીની રાધા લઇ બાધા...'' આજ ગગનથી ચંદન ઢોળાય...‘‘ગાયોનો ગોવાળ કાનો...'', ‘‘રાધે શ્યામ રમે ગોકુળીયા ગામમાં...'' ખમ્મા મારા નંદજીના લાલ...‘‘ મેળે મળે રે મોરલી...'' ‘‘કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા...'', રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ...'' કાળિયો ગોવાળીયો જાત્રા એ જાય...'' હાલાજી તારા હાથ વખાણું કે પછી...''ᅠ‘‘ઉંચે ઉંચે મંદિર તેરે...'' ‘‘નગર મેં જોગી આયા...'', મથુરામાં વાગી મોરલી...'' ‘‘વાગ્યો રે ઢોલ...''ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને ‘‘વંદે માતરમ''ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતું.
શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઇ રૂપારેલીયા, હિરેનભાઇ નથવાણી, પારસભાઇ ઉનડકટ, નૈનેશભાઇ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઇ રૂપારેલીયા, વિવેકભાઇ રૂપારેલીયા, સાગરભાઇ કકકડ, હાર્દિકભાઇ ચોલેરા, માલવભાઇ વસાણી, પ્રતિકભાઇ ખખ્ખર જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.૮૭૫૮૫ ૮૫૮૪૮, મો.૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે
(2:31 PM IST)










