<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, SGST-રાજકોટ, ઘી રાજકોટ GST બાર એસોસીએશન, રાજકોટ બ્રાન્‍ચ ઓફ WIRC ઓફ ICAI ના સંયુકત

ઉપક્રમે ‘GST 2.0, અંતર્ગત દરમાં ઘટાડો અને તેના તમામ લાભો' અંગે સેમીનાર યોજાયા

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, SGST રાજકોટ, ધી રાજકોટ ઞ્‍લ્‍વ્‍ બાર એસોસીએશન, રાજકોટ બ્રાન્‍ચ ઓફ WIRC ઓફ ICAI ના સંયુકત ઉપક્રમે તથા વિવિધ સંસ્‍થાઓના સહયોગથી “GST 2.0, અંતર્ગત દરમાં ઘટાડો અને તેના લાભોૅ અંગે માર્ગર્શક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં SGST જોઈન્‍ટ કમિશનરશ્રી એમ.એ. પટેલ, ડેપ્‍યુટી કમિશનરશ્રી આઈ.આર. પટેલ તથા આસીસટન્‍ટ કમિશનરશ્રી સી.એલ. પટેલ ઉપસ્‍થિત રહી વેપાર-ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવેલ. સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવએ સૌને આવકારી તાજેતરમાં જીએસટી કાઉન્‍સીલ દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરી પ% અને ૧૮% ના બે સ્‍લેબ કરવામાં આવેલ છે. ત્‍યારે વેપાર-ઉદ્યોગકારોને તેની સંપુર્ણ જાણકારી મળી રહી તેમજ કોઈપણ જાતની મુશ્‍કેલી ન પડે અને દ૨માં થયેલ ઘટાડા સાથેના તમામ લાભો મળવાપાત્ર થાય તે માટે આ સતત બીજા સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. જે ખુબ જ ઉપયોગી બની રહેશે. તેમજ SGST ના જોઈન્‍ટ કમિશનરશ્રી એમ.એ. પટેલએ જીએસટી અંતર્ગત વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ મુશ્‍કેલી કે સમસ્‍યાઓ હોય તો અમારા ડિપાર્ટમેન્‍ટનો સંપર્ક સાધવો તે માટે સંપુર્ણ સાથ સહકાર આપી તેનું યોગ્‍ય નિરાકરણ લાવીશું. SGST આસીસટન્‍ટ કમિશનરશ્રી સી.એલ. પટેલએ જણાવેલ કે, જીએસટીમાં ૬૨માં થયેલ ઘટાડોના તમામ લાભવેપાર-ઉદ્યોગકારોને મળી રહે તેમજ ઉદભવતી મુશ્‍કેલીઓ જેવી કે, સ્‍ટોકમાં રહેલ વેરાશાખની ટ્રીટમેન્‍ટ અને ઈન્‍વર્ટેડ સ્‍ટ્રક્‍ચરનું રીફંડ મેળવવા અંગે તેમજ આવા જીએસટી દર ઘટાડાનો ગ્રાહકોને લાભ મળે તે માટે વેપારીઓને અપીલ કરેલ. તેમજ ડિપાર્ટમેન્‍ટ દ્વારા વિવિધ કોમોડીટીમાં સર્વે પણ હાથ ધરી તેનું મોનીટરીંગ પણ કરવામાં આવી રહયું છે. તેથી આ અંગે કોઈપણ સમસ્‍યા ઉદભવતી હોય તો અમારૂ ખાસ ધ્‍યાન દોરવા અનુરોધ કરેલ. ત્‍યાર બાદ ઉપસ્‍થિત વેપાર-ઉદ્યોગકારો દ્વારા પુછાયેલ પ્રશ્‍નોના સંતોષકારક પ્રત્‍યુતર આપવામાં આવેલ. સેમીનારના અંતે સૌ અધિકારીશ્રીઓ, વેપાર-ઉદ્યોગકારોનો સેમીનારમાં ઉપસ્‍થીત રહેવા બદલ ધી રાજકોટ GST બાર એસોસીએશનના પ્રમુખશ્રી ભરતભાઈ રામાણીએ આભાર વ્‍યકત કરેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે

(2:37 PM IST)