<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

વીરાંગનાઓની શૂરવીરતાની ઝાંખી કરાવતો શૌર્યરસથી તરબોળ ક્ષત્રાણીઓનો અદ્‌ભૂત ‘તલવાર રાસ'

 

દાનવીરતા, દાતારી, દિલેરી અને શૂરવીરતા જેવા સાત્‍વિક ગુણોના દૈવિક તત્‍વો ધરાવતી આપણાં સૌરાષ્ટ્રના કાઠીયાવાડની માં ભોમકા જ્‍યાં  સંત, સુરા અને દાતારોની ભૂમિ તરીકે જગ વિખ્‍યાત છે ત્‍યાં તે ખમીરવંતી માતાઓ અને શૂરવીર બહેનોની જન્‍મદાત્રી તરીકે પણ પ્રખ્‍યાત છે.

સૌરાષ્ટ્રના કાઠીયાવાડની ધરતી માતાએ જ્‍યાં એક તરફ રણમેદાનમાં દુશ્‍મનોના છક્કા છોડાવીને તેમની આખી ફોજને ભારી પડી શકે તેવા એકલવીર શૂરવિરો જણ્‍યા છે ત્‍યાં પોતાના પરિવાર, પ્રાંત અને આખા દેશની રક્ષા કાજે પોતાનું સર્વસ્‍વ કુરબાન કરીને કુળની લાજ રાખનારી બાહોશ વારાંગનાઓને પણ જન્‍મી છે જે વીરાંગનાઓ એકવાર મેદાનમાં ઉતરી ગયા પછી વિજય ફતેહ કર્યા પહેલા ક્‍યારેય પાછું વળીને જોતી નથી પછી ભલેને તે મેદાન યુદ્ધની રણભૂમિનું હોય કે પછી ખેલકૂદ માટેના રમત ગમતનું સ્‍પોર્ટ્‍સ ગ્રાઉન્‍ડ હોય કે પછી નવલી નવરાત્રીનો માંદુર્ગાનો ચાંચરનો ચોક પણ કેમ ના  હોય.    

પોતાના શૂરવીરતાથી ભરેલા પરાક્રમો રચીને ઇતિહાસમાં અમર થઈ ગયેલી આવીજ વીરાંગનાઓના બલિદાનની ઝાંખી કરાવતું વીરરસથી તરબોળ ક્ષત્રાણીઓના શોર્યથી ભરપૂર તલવાર રાસે વિશ્વભરમાં શ્રેષ્‍ઠ કક્ષાનું નારી સમ્‍માન મેળવવા સાથે જગતભરમાં નામના મેળવી છે. 

ચાલુ નવરાત્રી દરમ્‍યાન માંદુર્ગા એટ્‍લે કે શક્‍તિની આરાધનાના આ પાવન અવસર પર આપણાં રંગીલા રાજકોટના રાજવી અને અત્‍યંત વૈભવશાળી ગણાતા રણજીત વિલાસ પેલેસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રાણીઑએ પરંપરાગત રીતે રમાતો તેમનો તલવાર રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો છે.                             માં શક્‍તિના પ્રતિક ગણાતા સૌથી ઘાતક હથિયાર એવા તલવાર સંગ પરંપરાગત રીતે રાસ રમીને દોઢસોથી વધુ ક્ષત્રાણીઓએ શોર્યરસથી ભરપૂર વિવિધ દાવ પેચો સાથેના તલવાર રાસને તેમની આગવી શૈલીમાં   રજૂ કરીને તદન વિશિસ્‍ટ ઢબે માંદુર્ગાની આરાધના કરી હતી.    

રણભૂમિમાં રણચંડી બનીને દુશ્‍મનોના દાંત ખાટા કરવા માટે યુદ્ધના રણમેદાનમાં ધિંગાણું ખેલવા માટે નીકળી પડી હોય તેવી નીડરતા, ખમીર અને શોર્યરસથી ભરપૂર એવી રજવાડી ખુમારીઓવાળી રાજપૂતાણીઓએ માંદુર્ગાનું આહવન કરીને રમેલા તલવાર રાસે જોનારા સૌકોઈના મોઢામાં આંગળા નંખાવી દેવા સાથે આખા મેદાનને માંશક્‍તિના જયકારાથી ગજાવી મૂક્‍યું હતું.     

સૌરાષ્ટ્રના પ્રાચીન રજવાડા ગણાતા આપણાં પ્રિંસલી સ્‍ટેટ રાજકોટના રણજીત વિલાસ પેલેસના અતિ ભવ્‍ય મેદાનમાં રાજવીઓના પ્રાચીન રાસના શોર્યરસથી ભરપૂર તલવાર રાસની આ કલાકૃતિમાં ૧૮ વર્ષથી માંડીને ૬૦ વર્ષની ઉમર સુધીની દોઢસોથી વધુ ક્ષત્રાણીઓએ અવનવા દાવપેચો સાથે ખુલ્‍લી તલવાર સંગ ખુલ્‍લી જીપ અને અન્‍ય વાહનોના વિવિધ દાવ પેચો સાથે આ પરંપરાગત રાસની ભવ્‍ય રમઝટ બોલાવી હતી.

ક્ષત્રાણીઓએ ખુલ્‍લી તલવારો સાથે રજૂ કરેલા આ તલવાર રાસમાં જીપ, બુલેટ અને બાઈકોનો છૂટથી ઉપયોગ કરીને દરેક ક્ષત્રાણીઑએ તેમનું શૌર્ય દેખાડવા સાથે જોનારા સૌકોઈને નારી શક્‍તિની શક્‍તિ અને તાકાત દેખાડવા સાથે માંદુર્ગાના સાક્ષાત દર્શન કરાવ્‍યા હતા.

જમણા હાથથી હવામાં વીંઝાતી ખુલ્‍લી તલવાર અને ડાબા હાથેથી ચલાવાતી ખુલ્‍લી જીપનું સ્‍ટેરિંગ તેમજ ચાલતી બાઇક પર ઊભાં રહીને  હવામાં તલવાર ફરકાવવાના અચંબા પમાડી દે તેવા સાહસ, રોમાંચ  અને વીરરસથી ભરપૂર અદ્દભુત પરાક્રમો રજૂ કરીને ક્ષત્રાણીઓએ માંદુર્ગાના રૂપની સાક્ષાત ઝાંખી કરાવવા સાથે નારીશક્‍તિ અને રાજપૂત પરંપરાનો અનોખો પરિચય આપ્‍યો હતો જે માંદુર્ગાના નવરાત્રીના પવિત્ર ઉત્‍સવમાં શક્‍તિની આરાધના સાથે શૌર્ય, સંસ્‍કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ રજૂ કરે છે.

પતિની અર્ધાંગિની બનીને, બાળકોની માતા બનીને તેમજ સમગ્ર પરિવારની અન્નદાતા બનીને આખા પરિવારની દેખરેખ રાખતી ઘરની લક્ષ્મી જ્‍યારે રસોડામાં રસોઈ બનાવતા તેમના કોમળ હાથો વડે ઘાતકી હથિયારો ઉપાડીને તેમના પરિવાર, દેશ અને ધર્મની રક્ષા કાજે નિડરતાથી રણભૂમિમાં ઉતરે છે ત્‍યારે તે કેટલી ઘાતક રણચંડી બનીને તેના ઘરની, પરિવારની, પ્રાંતની, સમગ્ર દેશની અને સર્વેકોઈની રક્ષા કરી શકે છે તેનો અદ્વુત નજારો આ રાસ દરમ્‍યાન સૌ કોઈને જોવા મળ્‍યો હતો. 

માંદુર્ગાની આરાધનામાં દોઢસોથી વધુ ક્ષત્રિયાણીઓએ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રજૂ કરેલો રાજવીઓની શાન સમો શોર્યરસથી તરબોળ એવો પ્રાચીન તલવાર રાસ નવરાત્રિના નૃત્‍ય અને ભક્‍તિ સાથે રાજપૂત સમાજની વીર પરંપરાને પણ પુનઃજીવિત કરે છે.

ક્ષત્રિયાણીઓએ જ્‍યારે રાજપૂત શૈલીમાં જીપ ચલાવીને ખુલ્‍લી તલવાર સાથે તલવાર રાસ રજૂ કરેલો તેમજ ચાલતી બાઇક પર ઊભાં રહીને હવામાં ખુલ્‍લી તલવાર વીંઝીને કે ફરકાવીને જે અદ્દભુત શૌર્ય દાખવેલું તે દ્રશ્‍ય ભારતના ખમીરવંતા ઇતિહાસની ઝાંખી કરાવે છે જે જોઈને પોતાના રાજની રક્ષા કાજે હાથમાં ઘાતક હથિયારો લઈને ઘોડા પર સવારી કરીને દુશ્‍મનો પર વિજય મેળવવા નીકળી પડેલી ઘોડેશવાર વિરાંગનાઓની યાદ તાજી થઈ જાય છે કે જેઓ રાજપૂત પરંપરાનો વૈભવશાળી, ગૌરવપૂર્ણ અને ગૌરવશાળી વારસો પ્રગટ કરે છે.

ક્ષત્રાણીઓ દ્વારા ખેલાયેલો વીરરસથી ભરપૂર તલવાર રાસ એ તે બાબતની ઝાંખી માત્ર છે કે ગુજરાતના ગરબા માત્ર ત્રણ તાળી કે આધુનિક ડાન્‍સ સ્‍ટાઇલ પૂરતા મર્યાદિત નથી પરંતુ તેમાં દરેક પ્રાંતનો પોતાની વારસાગત સંસ્‍કૃતિનો તેમના પરંપરાગત ગરબાનો પોતાનો એક આગવો અને અલગ અંદાજ છે જેને રાજપૂત સમાજની બહેનોએ તલવાર રાસ દ્વારા પોતાની પ્રાચીન સંસ્‍કૃતિ અને પરંપરાને જીવંત રાખેલ છે.

રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં દોઢસોથી વધુ ક્ષત્રિયાણીઓ દ્વારા એકસાથે રજૂ કરાયેલા તલવાર રાસે જોનારા હજારો દર્શકોને  મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ રાસમાં તલવાર ઉપરાંત થાળી જેવા અન્‍ય રાસો પણ રજૂ કરાયા હતા કે જે રાજપૂત સમાજની પ્રાચીન પરંપરા તેમજ તેમની વૈવિધ્‍યતાને પ્રગટ કરે છે.

છેલ્‍લા ઓગણીસ વર્ષોથી રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં ક્ષત્રાણીઑ દ્વારા ખેલાતા શોર્યરસથી ભરપૂર એવા આ તલવાર રાસનું અનોખું આયોજન ભગિની ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવે છે કે જ્‍યાં બહેનોને સેલ્‍ફ ડિફેન્‍સની ટ્રેનીંગ આપવા સાથે તલવાર રાસના વિવિધ દાવ પેચો, સંગીતની રિધમ સાથે રમવા માટેના સ્‍ટેપ્‍સ અને તેની સાથે બાઈક અને કારમાં સ્‍ટંટ કરતી વખતે કઈ રીતે હવામાં તલવાર વીંઝવી તેની અગાઉથી જ ટ્રેનિંગ આપવામાં આવે છે. રાસ ઉપરાંત ભગિની ફાઉન્‍ડેશન નારીઓની અન્‍ય બીજી ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે જેમ કે સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક કરવું, પર્યાવરણ વિષેની જાગૃતિ લાવવી અને દેશની રક્ષા કરતાં સૈનિકો માટે ઇકો-ફ્રેન્‍ડલી રાખડી મોકલી તેમને પોતાના પરિવાર સાથે સાંકડી લેવા.

અત્‍યારના સમયમાં યુવાધન જ્‍યારે અર્વાચીન દાંડિયા રાસ રમવા તરફ વળ્‍યું છે ત્‍યારે માંશક્‍તિના આરાધનાના નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની પૂજા કરવા સાથે પ્રાચીન ગરબીનું મહત્‍વ ઘટે નહીં તેવા શુભ હેતુથી ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસ અને થાળી રાસ સહિતના અલગ અલગ રાસ રમીને આપણી પ્રાચીન સંસ્‍કૃતિની શ્રેષ્‍ઠ જાળવણી કરી છે તેમજ દેશના રજવાડી પરવારો અને ક્ષત્રિયોએ દેશ અને દુનિયાના વિકાસ તેમજ રક્ષા કાજે કેટ કેટલું બલિદાન આપ્‍યું છે તેની આછેરી ઝલક ક્ષત્રાણીઓના શોર્યરસથી ભેરલા અદ્વુત તલવાર રાસ થકી બતાવવામાં આવ્‍યું છે.

આજથી આશરે ઓગણીસ વર્ષ પહેલા એટ્‍લે કે સાલ ૨૦૦૬થી શરૂ થયેલી ક્ષત્રાણીઓ દ્વારા પરંપરાગત રીતે આ તલવાર રાસ રમવાની અનોખી પરંપરા સમય જતાં વિશાળ સ્‍વરૂપ ધારણ કરીને આખા જગતમાં  ખ્‍યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે જેની સફળતાની એકમાત્ર ઝલક રૂપે સાલ ૨૦૨૦માં હજારો ક્ષત્રાણીઓએ એકસાથે તલવાર રાસ રમીને એક અનોખો વિશ્વ વિક્રમ સ્‍થાપેલો જે પરંપરા રાજવી પરિવારોની ભવ્‍યતા અને લોકપ્રિયતાના પ્રમુખ દર્શન કરાવે છે.

ક્ષત્રાણીઓ દ્વારા પરંપરાગત રીતે ખેલાતો આ રાસ ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને નારીશક્‍તિની ઝાંખી કરાવવા સાથે ધારદાર તલવાર સાથે રાસ રમતી ક્ષત્રાણીઓ દર્શકોને દેશની વીરાંગનાઓની યાદ અપાવવા સાથે આ પરંપરા નવરાત્રીના સાચા મહત્‍વને ઉજાગર કરે છે કે જેમાં ભક્‍તિ, શક્‍તિ, શોર્ય, દેશ ભાવના, મનોરંજન, વારસો અને સંસ્‍કૃતિનું અદ્વુત સંયોજન જોવા મળે છે.

આપણી સનાતન હિન્‍દુ સંસ્‍કૃતિમાં શાષોની સાથે શષોને પણ ખુબજ મહત્‍વ આપવામાં આવ્‍યું છે અને તેમાંપણ ખાસ કરીને ક્ષત્રીઓમાં શષ એ તેમનું સૌથી પ્રિય અષ છે જેની કળા પહેલા યુદ્ધમાં કામ આવતી હતી પરંતુ હવે તલવારવાળા યુદ્ધ ના રહેતા શષોની આ કળા લુપ્ત ના થાય તેવા શુભ આશ્રયથી ક્ષત્રાણીઓ શોર્યરસથી ભરેલા આ તલવાર રાસ રમીને શષોની આ પ્રાચીન કળાને જીવંત રાખે છે.

તલવાર રાસમાં ભાગ લેતી ક્ષત્રાણીઓ માટે તેમનો તલવાર રાસ એ ફક્‍ત તેમની શષ કળાનું એક પ્રદર્શન માત્ર નથી પરંતુ તેમની બહાદુરી અને પરંપરાનું પ્રતીક પણ છે જેનો દરેકને અનોખો અનુભવ છે. તલવાર એ આપણું રક્ષણ કરનારી એક દેવી જેવી છે અને તેથી જ આપણે તેનું પૂજન કરીએ છીએ જેને આપણે શાષ પૂજા કહીએ છીએ. જૂના સમયથી ષીઓ તલવારની પુજા કરતી રહી છે અને જ્‍યારે તેમના પતિ યુદ્ધ લડવા જતા ત્‍યારે તેઓ તેમને આ પૂજાયેલ શષો સોંપતી હતી. આ એક પરંપરાનો ભાગ છે જે ફરીથી જીવંત થઈ રહી છે.                  

છેલ્‍લા બે દાયકાથી પરંપરાગત શૈલીથી ક્ષત્રાણીઓ દ્વારા અદ્દભુત રીતે રમાતા આ તલવાર રાસના અનોખા આયોજનના તમામ શ્રેયની ખરી હક્કદાર છે રાજકોટના ૧૬માં ઠાકોર સાહેબ હિઝ હાઈનેસ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના અર્ધાંગના એવા પરમ પૂજ્‍ય ઠાકુરાણી બા શ્રી કાદમ્‍બરી દેવીજીને જેમની આગવી સૂઝ બૂઝએ ક્ષત્રાણીઓ એટ્‍લે કે રાજવી પરિવારની રાજકુમારીઓને સમગ્ર વિશ્વમાં નારીઓના સન્‍માનના સૌથી ઊંચા મુકામ સુધી પહોંચાડી દીધેલ છે.

સૌરાષ્ટ્રના પ્રિંસલી સ્‍ટેટ, એક વખતનું રજવાડું અને આજની આધુનિક સદીમાં રંગીલા રાજકોટ તરીકે જગ વિખ્‍યાત થયેલા આપણાં ગૌરવવંતા શહેર રાજકોટમાં જાડેજા ક્ષત્રીઓના કુળદેવી માંઆશાપુરા સાક્ષાત શક્‍તિ રૂપે જે મંદિરમાં બિરાજેલા છે તે માંઆશાપુરાનું મંદિર પ્રાચીન રાજકોટના રણજિત વિલાસ પેલેસની બરાબર સામે આજના પેલેસ રોડ પર આજથી લગભગ એકાણું વર્ષો પહેલા એટ્‍લે કે નવ દાયકા પહેલાના અંગ્રેજોના શાસનકાળ દરમ્‍યાન રાજકોટના રાજવી અને માં આશાપુરાના અનુયાયી શ્રી ધર્મેન્‍દ્રસિંહજી જાડેજા દ્વારા વર્ષ ૧૯૩૫માં  સ્‍થાપવામાં આવેલું છે અને ત્‍યારથી અહીંયા નિયમિતપણે માંઆશાપુરના મંદિરમાં માંઆદ્યશક્‍તિની આરાધના થાય છે.

દર નવરાત્રીએ માંઆશાપુરાને પહેરાવવામાં આવતા પરંપરાગત ખાસ વષો અને સોનાના કિમતી આભૂષણો મંદિરની સ્‍થાપનાના રાજાશાહી વખતથી આશાપુરામાંના મંદિરે માંઆશાપુરાનું શણગાર દર નવરાત્રીમાં રાણીસાહેબા દ્વારા વહેલી સવારે ત્રણ વાગ્‍યે કરવામાં આવતું હતું જે પરંપરા આજની તારીખ સુધી રાજકોટના રાજવી પરિવાર દ્વારા જાળવી રખાયેલ છે. 

આજથી દાયકાઓ પહેલા જ્‍યારે આ માંઆશાપુરા મંદિરની સ્‍થાપના થયેલી ત્‍યારે એ સમયે મહારાણી સાહેબા પરમ પૂજ્‍ય શ્રી નરેન્‍દ્રકુમારી દેવીજી નોરતામાં માતાજીનો શણગાર કરતાં હતાં અને ત્‍યારબાદ આ પરંપરા તેમના પછીના મહારાણી સાહેબા પરમ પૂજ્‍ય શ્રી મનકુમારી દેવીજી દ્વારા જાળવી રખાયેલી અને તેમના બાદ આજેપણ આ પરંપરા મહારાણી સાહેબા પરમ પૂજ્‍ય શ્રી કાદમ્‍બરી દેવી દ્વારા જાળવી રખાયેલ છે કે જેઓ વહેલી સવારે પરોઢિયે ૩ વાગ્‍યે માં આશાપુરા મંદિરે પગપાળા  આવીને માતાજીનો શણગાર કરે છે કે જેમાં અવનવા ડિઝાઇન સાથેનાં ચણિયાચોળી જેવા માતા વિવિધ વષો, સોનાના વિવિધ આભૂષણો તેમજ શૃંગારને લગતી અન્‍ય કિમતી ચીજ વસ્‍તુઓ વડે માંઆશાપુરાનું શૃંગાર કરે છે.

આમ આખા રાજકોટની રાજમાતા સમગ્ર જગતની જગમાતાનું પૂરા ભક્‍તિભાવથી પુજા અને અર્ચન કરીને નવરાત્રી દરમ્‍યાન તેમનું શૃંગાર કરે છે.   

જય માં આશાપુરા..... જય નારી શક્‍તિ.

કમલ જારોલી

 એડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩

(2:45 PM IST)