<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

રાજકોટમાં વિજયાદશમી પર્વએ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત સામુહિક શસ્‍ત્રપૂજન, ભવ્‍ય શોભાયાત્રા

શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી થતું જાજરમાન આયોજનઃ પરંપરાગત પોષાકમાં બહોળી સંખ્‍યામાં ક્ષાત્રપર્વને દિપાવવા ક્ષત્રિય (ગિરાસદાર) સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનોને અપીલ

રાજકોટઃ ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી વિજયાદશમી પર્વે રાજકોટમાં યોજાતી રાજપુતી પરંપરા મુજબની શોભાયાત્રા અને શસ્‍ત્રપુજનનું આયોજન આવતીકાલે તા.૨ ને ગુરૂવારે હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતેથી કરવામાં આવ્‍યું છે. જે અંગેની માહિતી કાર્યવાહક સમિતીના રાજદિપસિંહ જાડેજા - વાવડી (રાજાભાઇ) અને અન્‍ય સભ્‍યોએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી. ત્‍યારની તસ્‍વીરમાં અકિલાના સિનીયર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)(૨.૨૫)

રાજકોટઃ રાજકોટ શહેરમાં વિજયાદશમીએ ક્ષત્રિય સમાજના સામુહિક શષા પૂજન અને ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરતા ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા કરાયું છે. વિજ્‍યાદશમી પર્વ નિમિત્તે સામુહિક શસ્‍ત્રપૂજન અને ભવ્‍ય શોભાયાત્રામાં સમાજના આગેવાનો, વડીલો, અગ્રણીઓ, ભાઈઓ, યુવાનોએ બહોળી સંખ્‍યામાં પરંપરાગત પોષાકમાં ઉપસ્‍થિત રહેવા સંસ્‍થા દ્વારા અપીલ કરવામાં આવી છે. અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાને આજે કાર્યવાહક સમિતીએ આમંત્રણ પાઠવવા સાથે કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપી હતી.

છેલ્લા ૫૦ વર્ષથી રાજકોટમાં શિસ્‍ત અને શોર્ય સાથે યોજાતા ક્ષત્રિય (ગિરાસદાર) સમાજનો આ કાર્યક્રમ આગામી તા.૨/૧૦/૨૫ને ગુરુવારના રોજ વિજ્‍યાદમી પર્વએ યોજાશે. જેમાં સામુહિક શસ્‍ત્રપૂજનનો શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય રજપૂતપરા, પ,ખાતે બપોરના બે કલાકે આરંભ થશે.

ભૂદેવ દ્વારા વૈદિક મંત્રોચાર સાથેના સમૂહ શસ્‍ત્રપૂજન બાદ શોભાયાત્રાનો આરંભ થશે. રાજકોટના ઠાકોર સાહેબ માધાતાસિંહજી જાડેજા તેમજ યુવરાજ જયદીપસિંજી (રામરાજા)ની આગેવાની હેઠળ સમાજના મહાનુભાવોની ઉપસ્‍થિતિ સાથે પરંપરાગત ભવ્‍ય શોભાયાત્રા છાત્રાલયથી આરંભ થઈને રજપૂતપરા મેઈન રોડ, ઢેબરચોક, લાખાજીરાજ બાપુના બાવલા એ ફૂલડાર સાથે ત્‍યાંથી ભુપેન્‍દ્ર રોડ પર થઈ પેલેસ રોડ પર મા આશાપુરા માતાજીના મંદિર ખાતે પહોંચે ત્‍યાં રાજવી પરિવાર દ્વારા શસ્‍ત્રપૂજન કરવામાં આવશે. શોભાયાત્રા બાદ રાજકોટ પેલેસ ખાતે સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે. શસ્‍ત્રપૂજન, શોભાયાત્રામાં સાફા, પાઘડી સાથેના પરંપરાગત પોશાકમાં ક્ષત્રિય ગિરાસદાર સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનોએ મોટી સંખ્‍યામાં શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયે સમયસર ઉપસ્‍થિત રહેવા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ કાર્યવાહક સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.

કાર્યવાહક સમિતીના રાજદિપસિંહ જાડેજા (વાવડી) રાજાભાઇ, આદિત્‍યસિંહ ગોહિલ (ખિજડીયા), સત્‍યજીતસિંહ જાડેજા (કાળીપાટ), છત્રપાલસિંહ જાડેજા (પડવલા), રાજદિપસિંહ ઝાલા (વણા), તિર્થરાજસિંહ ગોહિલ (ત્રાપજ), ચંદુભા જાડેજા (ખોખરી), દિલજીતસિંહ જાડેજા(ભાતેલ) અને જયદેવસિંહ જાડેજા (રીબ) દ્વારા અકિલાના મોભી કિરીટભાઇ સમક્ષ કાર્યક્રમની વિગતો વર્ણવવામાં આવી હતી.(૨.૨૫)

(3:08 PM IST)