<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

અંતે મનપા અધિકારીઓ ચેમ્‍બર છોડી ફિલ્‍ડમાં ઉતર્યા : મ્‍યુ.કમિશનરે રોડ-રસ્‍તા રીપેરીંગનું સ્‍થળ નિરિક્ષણ કર્યુ

વેસ્‍ટ ઝોનના વિવિધ વિસ્‍તારોમાં તુષાર સુમેરા દ્વારા કામગીરીનું મોનીટરીંગ

રાજકોટ, તા.૧: મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં રૂબરૂ ફીલ્‍ડમાં જઈ ચાલુ કામગીરી અંગે નિરીક્ષણ કરવામાં આવે છે. જે અંતર્ગત મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વેસ્‍ટ ઝોનના વિવિધ વિસ્‍તારોમાં રોડ-રસ્‍તા રીપેરીંગની કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું.

આ મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિસિપલ કમિશનરએ અધિકારીઓની ટીમ સાથે રોડ-રસ્‍તા મરામત તેમજ ડામરકરણના ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું તેમણે સ્‍થળ પર જ કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી તથા કામગીરીની ગુણવત્તા પર નજર મૂકી હતી.

શહેરજનોને સુવિધાજનક અને સલામત માર્ગ વ્‍યવસ્‍થા મળી રહે તે માટે  મહાનગરપાલિકા દ્વારા કામગીરી સમયસર તથા ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્‍વચ્‍છ, સુંદર અને સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

મ્‍યુનિસિપલ કમિશનરની મુલાકાત દરમ્‍યાન નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્‍જી. કુંતેશ મહેતા, ડેપ્‍યુટી સિટી એન્‍જી. સહિતના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.(૨૩.૨૬)

(3:10 PM IST)