News of Wednesday, 1st October 2025
અર્વાચીન રાસના આક્રમણ વચ્ચે પણ હેલીબેન ત્રિવેદીએ પ્રાચીન પરંપરાઓ- સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છેઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ આજે બધી બાજુ મૉટે ભાગે સર્વત્ર અર્વાચીન રાસોત્સવનું ચલણ જોવા મળી રહ્યું છે ,આધ્યાત્મિક ભાવભક્તિ કરતા આધુનિકતા નો વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. હેલીબેન ત્રિવેદીએ પ્રાચીન સાંસ્કળતિક વારસાને જાળવી રાખી ભારતીય સંસ્કળતિનું જતન કર્યું છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે બાલભવન ખાતે ફક્ત નાની ઉંમર ની દીકરીઓ માટે યોજાતી ગરબી ની મુલાકાત લઈ નાની દીકરીઓ -બાળકો સાથે મા જગદંબા ની આરતી પૂજા કરી બહેન શ્રી હેલીબહેન ત્રિવેદી ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ડૉ અલ્પનાબેન ત્રિવેદી એટલે બહેન હેલીબેને શિક્ષણધર્મ સાથે સંસ્કળતિનું સાચા અર્થ માં જતન કર્યું છે, રાજકોટ માં અનેક સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ની વચ્ચે તેમના નેતળત્વમાં એકમાત્ર ગ્રાન્ટેડ શાળાઓની સંસ્થા જે હજી પણ અકબંધ અને અડીખમ છે. આ સંસ્થા મધ્યમ વર્ગના ૧૦૦૦૦ જેટલા બાળકોને આગળ લાવવા સમાજમાં એક ઊંચું સ્થાન આપવા સેવાકીય પ્રવળત્તિ કરી રહી છે. પ્રાચીન ગરબીની પરંપરા-પ્રણાલિકાઓને જાળવી રાખી છે તે પૈકી ના બહેન હેલીબહેને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ વેળા મહેશભાઈ ચૌહાણ,અજયસિંહ જાડેજા,બાલભવન ના સંચાલક કિરીટભાઈ,મયુરભાઈ લાઠીગરા સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
(3:34 PM IST)










