તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
ના ગારો.... ના પાણી... હાલો આજે પણ સહિયરની મજા માણી.. ચોખ્ખા ચણાક ગ્રાઉન્ડમાં

રાજકોટઃ નવલા નોરતામાં ગઇ કાલે સહિયર રાસોત્સવમાં ખેલૈયાઓ મન મુકીને થીરકયા હતા. રીમઝીમ વરસાદના આગમને ખેલૈયા-પૈક્ષકોની સુરક્ષાને ધ્યાને બાઈ રેકોર્ડેડ સહિત્યરના ગરબા પર રાત્રે ૯ ના ટકોરેથી ગરબાનો રંગ જામ્યો હતો.
સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કિષ્નપાલસિંહ વાળા ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જોડેજા, જયદીપ રેણુકા, સમ્રાટ ઉદેશી. પ્રકાશભાઈ કણસાગરા તથા ધૈર્ય પારેખ સહિતના આયોજકોએ વરસતા વરસાદે તમામ વ્યવસ્થાઓ સંભાળી હતી.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જયોતિરાદીત્યસિંહ જાડેજા (ગણેશભાઈ ગોંડલ) મહેમાન બન્યા હતા. માણેક પાર્કના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલાએ સહિયરનો રાસ માણ્યો હતો.
અદભૂત એનર્જીથી રમતા ખેલૈયાઓને લાખેણા ઈનામો આપતા ડબલ પ્રાઈઝ જાહેર કરાયા હતા. વરસાદી વિઘ્નથી ખેલૈયાઓ નીરાશ ના થાય એ માટે બે દિવસના વિજેતા એકી સાથે જાહેર કરવામાં આવ્યા. વરસતા વરસાદે રોહિત વાડોદરીયા - ગણેશ સાઉન્ડ દ્વારા ફુલ વોલ્યુમ પર સહિયર માં જ ગવાયેલા ગરબા વગાડી ખેલૈયાઓને ઝુમાવ્યા હતા. નોરતાના નિત્યક્રમ મુજબ ગાયક તથા તેજસ શિશાંગીયાએ સંચાલનની જવાબદારી નિભાવી હતી.
સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાની યાદી મુજબ આજે સહિયર રાબેતા મુજબ ચાલુ રહેશે. કારણ કે રેસકોર્ષ ગ્રાઉન્ડ સહિયર ના પ્રાંગણમાં ગારો, કીચડ કે પાણી ભરાવાની કોઈ સમસ્યા નથી.
(3:20 PM IST)










