<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

એડી. કલેકટરના ત્રણ મહત્‍વના જાહેરનામાઃ જવેલર્સ-આંગડીયા તથા શરાફી મંડળીમાં સીસીટીવી ફરજીયાતઃ હોટલોમાં કોમ્‍પ્‍યુટર એન્‍ટ્રી ફરજીયાત

જીલ્લામાં કોઇપણ પ્રકારનું હથિયાર-સ્‍ફોટક પદાર્થો-મશાલ-છટાદાર ભાસણો ઉપર પણ પ્રતિબંધ

રાજકોટ, તા. ૧: રાજકોટ એડી. કલેકટર શ્રી આલોક ગૌતમે ત્રણ મહત્‍વના જાહેરનામાં રાજકોટ જીલ્લા માટે બહાર પાડયા છે. જેમાં ૧ લા જાહેરનામામાં ૩૧ ઓકટોબર સુધી કોઇપણ પ્રકારનું હથિયાર, સ્‍ફોટક પદાર્થો, પથ્‍થરો, શષાો ફેકવાના સાધનો, પેટાવેલી મશાલ, લોકોને બૂમ પાડવાની છટાદાર ભાષણ સહિતની બાબતો ઉપર પ્રતિબંધ મુકાયો છે.

બીજા જાહેરનામાં ૩૦ નવેમ્‍બર સુધી હોટલ/ ધર્મશાળા/ સમાજવાડી/ મુસાફરખાના/કેલબહાઉસ/ ગેસ્‍ટહાઉસ/ રીસોર્ટ/ ધર્મસ્‍થળો/ ધાબા તથા અન્‍ય સ્‍થળોનાં માલિકે ગ્રાહકની રજીસ્‍ટર એન્‍ટ્રી કરવા માટે પોતાના રીસેપ્‍શન કાઉન્‍ટર ઉપર ઈન્‍ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્‍પ્‍યુટર રાખવાનું રહેશે અને તેમાં ગુજરાત પોલીસ ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ ‘PATHIK’ (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER AND HOTEL INFORMATICS)  ઇનસ્‍ટોલ કરવાની રહેશે તેમજ તેના મેન્‍યુઅલ રજીસ્‍ટરમાં થતી તમામ એન્‍ટ્રીઓ આ ‘PATHIK’ એપમાં ફરજીયાતપણે ઓનલાઈન કરવાની રહેશે.  આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ત્રીજા જાહેરનામાં એડી. કલેકટરશ્રી ગૌતમે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સતાની રૂએ રાજકોટ ગ્રામ્‍ય પોલીસ જીલ્લા વિસ્‍તારમાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુન્‍હાઓ અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુન્‍હાઓ શોધવા માટે રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના તમામ જવેલર્સ, શરાફી મંડળી તથા આંગડીયા પેઢીમાં વાહનોના નંબર પ્‍લેટ અને વાહનના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ વ્‍યકિતનું રેકોડીંગ થઈ શકે તેમજ જે-તે એકમમાં એન્‍ટ્રી (Entry) અને એકઝીટ (Exit) પોઇન્‍ટ સ્‍પષ્ટ રીતે દેખાય તે રીતે નાઈટ વીઝન તથા હાઈ ડેફીનેશન વાળા સી.સી. ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે.

ઉકત સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્‍યાન રેકોડીંગ થઈ શકે તેવી કવોલીટીના રાખવા અને આવા ડીજીટલ રેકોડીંગ તેમજ કોમ્‍પ્‍યુટર નોંધણીનો ડેટા બેક-અપ ૩૦ (ત્રીસ) દિવસ સુધી જાળવી રાખવો. તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઈપણ એજન્‍સી આવા ડેટાની માંગણી કરે ત્‍યારે બનતી ત્‍વરાએ ઉપલબ્‍ધ કરાવવો તેમ આદેશ કરાયો છે.

(3:25 PM IST)