<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

પ્રથમ સમરૂ સરસ્વતીને, ગણપત લાગુ પાય હૈ રમવા નિસર્યા મા....

ધોળકીયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં હાઇડ્રોલીક સ્ટેજ પર મા ના અલૌકીકી દર્શન નિહાળી લોકો અભિભૂત

રાજકોટઃ નવલા નોરતાની આઠમની રાત્રિ મહાગૌરીના પૂજન-અર્ચન કરવા   ઘોળકિયા સ્કૂલની બાળાઓઍ સાક્ષાત અંબે મા - ભવાની મા ના રૂપમાં મહાગૌરીને વધાવ્યા હતા. મા ના વિવિધરૂપો  રથમાં પધાર્યા હતા અને ભાવિકજનોઍ ભાવવિભોર થઈ પુષ્પવર્ષા સાથે મા મહાગૌરીના સ્વરૂપને વધાવ્યા હતા. હાઈડ્રોલિક સ્ટેજ પર મા ના અદ્દભૂત અલૌકિક દર્શન નિહાળી લોકો અભિભૂત થયા હતા.  આ પ્રસંગે ધારાસભ્ય  જયેશભાઈ રાદડીયા,  ડી.કે. સખિયા (માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રેસિડન્ટ), પ્રદ્યુમન સિંહ વાળા   (ઈશ્વરીયા પાર્ક મેનેજર), હિન્દુ જાગરણ મંચથી મંગેશભાઈ દેસાઈ, ડો. જ્યોતિબેન પટેલ, કાર્યકારી સદસ્ય  હારીતભાઈ વ્યાસ  વગેરે   ઉપસ્થિત રહ્ના હતા.  (૩૮.૩૯)

(4:06 PM IST)