<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

મેટોડામાં ૪૫ વર્ષિય રમેશભાઇ બંસલનું હૃદય બેસી જતાં મોત

મોડી રાતે બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: મેટોડા જીઆઇડીસીમાં રહેતાં મુળ એમપીના વતની રમેશભાઇ સખુઆભાઇ બંસલ (ઉ.વ.૪૫) રાતે અઢી વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ જતાં બેભાન જેવા થઇ ગયા હતાં. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મૃત્‍યુ થયું હતું. રમેશભાઇ કંપનીમાં નોકરી કરતાં હતાં અને ત્રણ ભાઇ તથા ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી. (

(11:51 AM IST)