<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

આજે વિજયાદશમી : દશેરા પર્વ મનાવવા બજારોમાં મીઠાઇ-ફરસાણની ધૂમ ખરીદી

રાજકોટ : શક્‍તિ આરાધનાનું પર્વ નવરાત્રી પૂર્ણ થતા આજે વિજયા દશમી મનાવાશે. આસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિના વિજય અને રામે રાવણને હરાવ્‍યાની ખુશીનો આજે બેવડો ઉમંગ લોકોના હૈયે વરતાતો હોય છે. ઉત્‍સવ કોઇપણ હોય ઉજવવામાં રંગીલુ રાજકોટ જરાયે પાછળ ન હોય. ત્‍યારે આજે વિજયા દશમી એટલે કે દશેરાની ઉજવણી કરવા લોકોમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. મીઠાઇ-ફરસાણની દુકાનો પર સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને જલેબી, ફાફડાની  મોટાભાગે ખરીદી થઇ હતી. ઉપરાંત મીઠા સાટા, હલવો, થાબડી, બરફી, લાડુ, ઘારી સહીતની વાનગીઓનો ઉપાડ પણ ખુબ જોવા મળ્‍યો હતો. મીઠાઇ અને ફરસાણના તાવડા આજે આખો દીવસ ધમધમતા રહ્યા હતા. તસ્‍વીરમાં મીઠાઇ બનાવવામાં વ્‍યસ્‍ત કારીગરો અને સામે હોંશે હોંશે ખરીદનાર લોકોની કતારો જોવા મળે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(3:32 PM IST)