તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
રંગીલા રાજકોટમાં રાષ્ટ્રભક્તિનો રંગઃ સંઘ બીજારોપણથી ‘કાર્ય વિસ્તાર કુંભ' સુધીનો ભવ્ય વૃતાંત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવળત્તિઓનું સૌરાષ્ટ્રમાં એક મજબૂત કેન્દ્રઃ સંઘ ગંગોત્રીનો પ્રવાહ અને પ્રથમ શાખાનો પ્રારંભ

રાજકોટઃ રંગીલા શહેર તરીકે જાણીતા રાજકોટમાં રાષ્ટ્રભક્તિનો રંગ ૧૯૪૨-૪૩માં લાગ્યો. સૌરાષ્ટ્ર-કચ્છના હિંદુ મહાસભાના પ્રમુખ શ્રી હીરજીભાઈ ચાવડાની વિનંતીથી નાગપુરથી નીકળેલા સંઘ ગંગોત્રીનો પ્રવાહ રાજકોટ પહોંચ્યો. ઈ.સ. ૧૯૪૩માં સૌ પ્રથમ વખત ધ્વજયુક્ત શાખા રાજકોટના પ્રદ્યુમનસિંહજી સ્કૂલ, કરણપરા ચોકપાસેના મેદાન ખાતે લાગવાની શરૂ થઈ.
પ્રથમ પ્રચારક તરીકે શ્રી રાજાભાઈ નેને રાજકોટ આવ્યા, જેમણે ૧૯૪૪ થી ૧૯૪૭ સુધી કામ કર્યું. તેઓ યુવાનોને દેશને સ્વતંત્ર કરવાના કાર્યમાં જોડવામાં અને આખા પરિવારને સંઘના કામમાં જોડવામાં માહીર હતા. રાજાભાઈ નેનેના કાર્યકાળ દરમિયાન, ચાર સ્વયંસેવકો પાણીમાં ગરક થવાની દુર્ઘટના બની, જેના કારણે આ ચાર સ્વયંસેવકોના નામના પ્રથમ અક્ષર લઇને શાખાનું નામ ‘પરિમલ' શાખા રાખવામાં આવ્યું.
સંઘ કાર્યના બીજ રોપનારા કર્ણધારો
સંઘ કાર્યનું બીજ રોપીને તેને સિંચવામાં ડો. પી. વી. દોશી સાહેબ, શ્રી મનુભાઈ શાહ, શ્રી યશવંતભાઈ ભટ્ટ, શ્રી દેવીદાસ વાણી, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ખોડીદાસભાઇ પટેલ, મુરબ્બી પ્રવીણકાકા મણિયાર, શ્રી ચીમનભાઈ શુક્લ જેવા અનેક કાર્યકરોનો મુખ્ય ફાળો રહ્યો.
દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈએ રાજાભાઈ નેને પ્રત્યે આદરભાવ રાખીને આરએસએસ કેમ્પની સંપૂર્ણ વ્યવસ્થા અને મંજૂરી પૂરી પાડી હતી, જેનો કેટલાક કોંગ્રેસીઓએ સખ્ત વિરોધ કર્યો હતો, છતાં ઢેબરભાઈ મક્કમ રહ્યા.
રાજકોટનું નેતળત્વ રાષ્ટ્રીય
ફલક પર
રાજકોટ મહાનગરમાંથી અનેક સ્વયંસેવકોએ રાષ્ટ્રીય કક્ષાએ નેતળત્વ પૂરું પાડ્યું છે. શ્રી પ્રવીણભાઈ મણીયારઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ?મિ ક્ષેત્રના સંપર્ક પ્રમુખ. શ્રી હસુભાઈ દવેઃ ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ. શ્રી કુંવરજીભાઇ જાદવઃ અખિલ ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ. શ્રી યશવંતભાઈ ભટ્ટઃ અયોધ્યા રામ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી.
સૌરાષ્ટ્રમાં સંઘનું કાર્ય શરૂઆતમાં બહુ જ મુશ્કેલીમાં શરૂ થયું, જેમાં કાર્યકર્તાઓને બગસરા જેવા સ્થળોએ જવા માટે ટ્રેન અને સાયકલ પર ડબલ સવારી જેવી અનેક તકલીફો વેઠવી પડતી.
પ્રાંતની જવાબદારી અને પ્રતિબંધ વેળાનો જેલવાસ
૧૯૬૬માં ગુજરાત પ્રાંત બન્યો ત્યારે પ.પૂ. શ્રી ગુરુજીએ પ્રાંતના પ્રથમ માનનીય સંઘચાલક તરીકે ડૉ. પી. વી. દોશી સાહેબને અને શારીરિક પ્રમુખ તરીકે શ્રી પ્રવીણભાઈ મણીઆરને જવાબદારી સોંપી.
સંઘ પર આવેલા પ્રથમ પ્રતિબંધની અસર રાજકોટ પર પણ થઈ. ઈ.સ. ૧૯૭૬ના માર્ચ માસથી લગભગ એક વર્ષ સુધી સંઘના અનેક કાર્યકર્તાઓ મિસા કાયદા હેઠળ જેલમાં રહ્યા. જેલવાસ કરનારાઓમાં આદરણીય પપ્પાજી (ડો. પી. વી. દોશી), શ્રી ચીમનભાઈ શુક્લા, પ્રવીણ કાકા મણિયાર, શ્રી અરવિંદભાઈ મણીઆર, શ્રી યશવંતભાઈ ભટ્ટ, શ્રી હસુભાઈ દવે, શ્રી વજુભાઈ વાળા, શ્રી ડો. પ્રફુલભાઈ દોશી સહિતના ઘણા કાર્યકર્તાઓ સામેલ હતા.
ઐતિહાસિક પ્રતિનિધિ સભા અને પ્રશિક્ષણ વર્ગો
અખિલ ભારતીય પ્રતિનિધિ સભાને સૌપ્રથમ વખત નાગપુર સિવાયના શહેરમાં યોજવાનું ગૌરવ રાજકોટને મળ્યું. ઈ.સ. ૧૯૮૯માં રાજકોટની પી. ડી. માલવિયા કોલેજ ખાતે આ પ્રતિનિધિ સભા યોજાઈ હતી. શ્રી પ્રવીણ કાકા મણિયારના આગ્રહથી યોજાયેલી આ બેઠકમાં સુરેશરાવજી કેતકરનું માર્ગદર્શન મળ્યું હતું અને શ્રી ગૌતમભાઈ ભટ્ટની પ્રબંધક ટીમે ઉત્તમ વ્યવસ્થા કરી હતી.
આ ઉપરાંત, પી. ડી. માલવિયા કોલેજમાં બે વખત ઉનાળુ સંઘ શિક્ષા વર્ગો પણ યોજાયા હતા. ૨૦૦૪માં રાજકોટ નજીક, ત્રંબા ખાતે પ્રથમ વર્ષનો પ્રશિક્ષણ વર્ગ થયો હતો.
સંઘ કાર્યાલય અને
મહાનગરનો વિકાસ
૧૬ જુન ૧૯૬૯માં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ નામથી ટ્રસ્ટ બનાવીને જાની ફળી તરીકે ઓળખાતા સ્થળે કાર્યાલય શરૂ થયું, જેની અર્પણવિધિ વરિષ્ઠ પ્રચારક આદરણીય શ્રી મોરોપંતજી પિંગલે દ્વારા થઈ.
રાજપૂત પરા ખાતેના કાર્યાલયનો દસ્તાવેજ ૨૪/૧૦/૧૯૯૭માં થયો. અહીં વકીલ સાહેબ, નટવરસિંહ બાપુ વાઘેલા, રાજાભાઈ નેને, દેશમુખજી, બાબુભાઈ ઓઝા જેવા પ્રચારકોએ નિવાસ કરી સંઘકાર્યને વેગ આપ્યો હતો.
સંઘ કાર્યના વિસ્તારના કારણે રાજકોટ શહેરને સંઘની દ્રષ્ટિએ મહાનગર ઘોષિત કરવામાં આવ્યું. શરૂઆતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય એમ પાંચ નગરો હતા, જે ક્રમશઃ વધતા જઈને ૨૦૦૧માં બાર અને આગળ જતા પાંચ વિસ્તારો અંતર્ગત ૧૯ નગરો થયા.
૨૦૧૯માં ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ બે અલગ પ્રાંત બન્યા, ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંતનું કેન્દ્ર રાજકોટ બન્યું. વર્ષ ૨૦૨૨-૨૩ માટે મહાનગરમાં પાંચ વિસ્તારો અને પાંત્રીસ નગરોની ઘોષણા કરવામાં આવી છે.
માનનીય સંઘચાલકો તરીકે શ્રી રમેશભાઈ શુક્લ, શ્રી નલીનભાઈ વસા, શ્રી ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી ડો. જીતેન્દ્રભાઈ અમલાણીનું માર્ગદર્શન મળ્યું, જ્યારે શ્રી રમેશભાઈ ઠાકર, ડો. પ્રફુલભાઈ દોશી, શ્રી નરેન્દ્રભાઈ દવે, શ્રી અશોક્ભાઈ ગાંધી, શ્રી અતુલભાઈ દવે, શ્રી દિનેશભાઈ પાઠક, શ્રી મનીષભાઈ બેચરા સહિતના કર્મઠ કાર્યકર્તાઓએ મહાનગર કાર્યવાહ તરીકે કામને આગળ ધપાવ્યું.
રાજકોટમાં ઘોષ નાદનું આકર્ષણ
સંઘના શારીરિક કાર્યમાં ઘોષ વાદનમાં પણ રાજકોટે પ્રગતિ કરી છે. શ્રી ગૌતમભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં ઘોષ પ્રશિક્ષણ ચાલતું હતું. વર્ષ ૧૯૯૮માં પ્રથમ વખત માત્ર ઘોષ વાદકોનું સંચલન લક્ષ્મી નગરમાંથી નીકળ્યું. શ્રી કલ્પેશભાઈ ગજ્જરના પ્રયત્નોથી ઘોષ કેન્દ્રોની સંખ્યા વધી. ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૯માં ગુજરાતમાં પ્રથમ વખત માત્ર ઘોષ કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ યોજાયો. શળંગ વાદ્યોની વગાડવાની શરૂઆત કરવામાં અને સંચલનમાં શળંગ વાદન કરવામાં પણ રાજકોટ ઘોષની મહેનત નોંધનીય રહી છે.
આપત્તિમાં અવસરઃ રાજકોટના રાહત કાર્યો
રાજકોટના કાર્યકર્તાઓએ હંમેશા આફતને અવસર માનીને તન, મન, ધનથી પીડિતોની સેવા કરી છે.
૧૧ ઓગસ્ટ ૧૯૭૯માં મોરબીનો મચ્છુ ડેમ તુટયો ત્યારે ડૉ. પી. વી. દોશી સાહેબના પ્રમુખ પદે અને પ્રવીણ કાકા મણીયારના મંત્રી પદે ‘પૂર પીડિત સહાયતા સમિતિ - ગુજરાત' (હાલની સેવાભારતી)ની રચના કરી રાહત કાર્યો શરૂ થયા. ૨૦૦૧નો કચ્છનો ભૂકંપ, દુષ્કાળ હોય કે તોકતે વાવાઝોડું, રાજકોટથી સહાયની સરવાણી ફૂટી છે. કોરોના (કોવિડ) મહામારીમાં રોગીઓને દવા, ઓક્સીજન સિલીન્ડર પહોંચાડવાનું, માસ્ક બનાવડાવી નિશુલ્ક વિતરણ કરવાનું, લોકડાઉનમાં ફરજ નિભાવતા કર્મીઓને ચાય વિતરણનું કામ થયું. ટેકનોલોજીના જાણકાર યુવા સ્વયંસેવકોએ શ્રમિકોને વતન પહોંચાડવા માટે રેલ્વેને ડિજિટલ યાદી તૈયાર કરવામાં મદદ કરી. સ્વયંસેવકોએ મળતદેહોના અગ્નિ સંસ્કાર કરવાનું વિકટ કાર્ય પણ પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના કર્યું.
ગુરુજી જન્મ શતાબ્દી વર્ષ અને શિબિરોનું આયોજન
વર્ષ ૨૦૦૬ સમગ્ર ભારતમાં પરમ પૂજનીય શ્રી ગુરુજીના જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. નવા કાર્યકર્તાઓ જોડવા, નવી શાખાઓ શરુ કરવા અને ગામે ગામ સંપર્ક કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. રાજકોટના બાર નગરોમાં વિરાટ હિંદુ સંમેલનો થયા, જેમાં સંતો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા. સુખ્યાત ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા લક્ષ્મીનગરના હિંદુ સંમેલનમાં સંબોધિત કરવા આવ્યા હતા.
રાજકોટના વિશિષ્ટ શિબિરા૧૧ જાન્યુઆરી ૧૯૪૭ના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રાંગણમાં પ્રથમ શિબિર યોજાઈ. જુના એરપોર્ટ પાસે ગીતગુર્જરીના મેદાનમાં યોજાયેલો મોટો શિબિર ઁવધેલી રોટલીઁના કારણે રોટલીયા શિબિર તરીકે યાદ કરાય છે. ૧૯૯૯માં કાલાવડ રોડ પર સ્થિત યાજ્ઞય વલ્કય વળક્ષમંદિર સામે એક તરુણ શિબિર યોજાયું, જેમાં ૧૦૦૦ સ્વયંસેવકોની ઉપસ્થિતિ હતી અને મોટી સંખ્યામાં નવી ભરતી થઈ.
‘કાર્ય વિસ્તાર કુંભ' મહાનગરનું વિશાળ એકત્રીકરણ
તાજેતરમાં દિનાંક ૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મહાનગરનું એક વિશાળ એકત્રીકરણ ‘કાર્ય વિસ્તાર કુંભ' નામથી રેસકોર્સ મેદાનમાં યોજાયું.
સહ સરકાર્યવાહજી શ્રી મનમોહનજી વૈદ્યની ઉપસ્થિતિ હતી. તમામ ૩૫ નગરોની ૨૨૧ વસ્તીઓ પૈકી ૨૦૦ વસ્તીઓના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૨૨૭૧ ઉપસ્થિતિ પૈકી ૧૮૯૩ તરુણો અને ૨૮૭ બાલ હતા.
સંઘ કાર્યનું ભાવ જગત અને વિશેષ પહેલો
રાજકોટનું સંઘ કાર્ય આત્મીયતા, બંધુભાવ, સમર્પણભાવ, ઉત્સાહ અને નેતળત્વ લેવાની બાબતમાં અગ્રેસર રહ્યું છે. કાર્યકર્તાઓના જીવનનું કેન્દ્ર સંઘ રહ્યો છે, જેમાં આદરણીય કાંતિબાપુજી (કાંતિભાઇ ભટ્ટ)નો પરિવારભાવ અને મનસુખભાઇ છાપીયાજીનું સાદા, સરળ સ્વયંસેવકનું ઉદાહરણ પ્રેરણાસ્રોત છે. બોર્ડની પરીક્ષા પતે પછી વિદ્યાર્થીઓ માટે પર્યટન કરી તેમને સંઘોન્મુખ કરવા એ રાજકોટનો વિશેષ પ્રયોગ રહ્યો. શાખાના વાર્ષિકોત્સવ એ આખા ભારત માટે એક આગવી પહેલ હતી. જન્માષ્ટમીની શોભાયાત્રા અને તેના સૂત્રો જનતામાં આકર્ષણ જમાવતા થયા. ધર્મજાગરણ વિભાગે હનુમાન જયંતીએ ધ્વજા અર્પણ અને શોભા યાત્રાનો ક્રમ બનાવ્યો, જે શ્રી બકુલભાઈ વોરા અને તેમની ટીમની પહેલ છે.
આજે રાજકોટના જાહેર જીવન, સામાજિક જીવન અને પ્રસાશનમાં સંઘની એક સકારાત્મક છબી છે, જે કાર્યકર્તાઓની નિસ્વાર્થ સંઘભાવનાનું પ્રમાણ છે.
(2:38 PM IST)










