તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
રવિવારે શરદ નવવિલાસ રાસોત્સવ
ગોવિંદભાઇ ડોબરીયા અને સાથી કલાકારો ધોળપદ કિર્તન સાથે ખેલૈયાઓને રાસે રમાડશે

રાજકોટ : સુરશ્રી કલ્ચરલ કલબ અને શ્રી વલ્લભાચાર્યજી ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા તા. પ ઓકટોબર રવિવારે રાતે ૯ વાગ્યાથી શ્રી વસુંધરા સોસાયટી ગ્રાઉન્ડ, રસગુંજન સ્વીટ પાસે, જિલ્લા ગાર્ડન પહેલા, કેનાલ રોડ, રાજકોટ ખાતે નિ.લી. પુ. પા. ગો. ૧૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીના પૂ.પા. ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહરાજશ્રી, પૂ.પા. ગો. ૧૦૮ શ્રી રૂચિરકુમારજી મહોદયશ્રી અને ચિ. ગો. શ્રી વલ્લભલાલજી લાલન બાવા સાહેબના મંગલ સાનિધ્યમાં શરદ નવવિલાસ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવમાં કીતિર્નકાર ગોવિંદભાઇ ડોબરીયા અને સાથી કીર્તનકારો અને સુવિખ્યાત વાદકો સુર અને લય સભર પુષ્ટિ માર્ગીય ધોળ.પદોની પ્રસ્તુતિ કરી ખેલૈયાઓને રાસ રમાડશે. કાર્યક્રમને સફળ બનાવવા સુરશ્રી કલ્ચરલ કલબના ફાઉન્ડર ચેરમેન કિરીટભાઇ રાજપરા, ટ્રસ્ટી કમલભાઇ રાજપરા, અમિતભાઇ રૂપારેલિયા, પરેશભાઇ જનાણી, મેહુલભાઇ ભગત, ધરવભાઇ ઝીંઝુવાડિયા, ચંદુભાઇ પાટડીયા, જીગ્નેશભાઇ રાજપરા, રાજુભાઇ ફીચડીયા, ચરણાટ હવેલીના કાર્યકર્તા નીતીનભાઇ ફીચડીયા, ગૌરવભાઇ આડેસરા, દિવ્યેશભાઇ, પિયુષભાઇ, રજનીભાઇ ઉનડકટ, રાજુભાઇ, જતીનભાઇ અને વસુંધરા પરિવારના મિલનભાઇ માંડલિયા, કેવલભાઇ આડેસરા, રાજેશભાઇ ભટ્ટ, અલ્પેશભાઇ રાણપરા, નિલેશભાઇ લોલારીયા, નરેન્દ્રભાઇ નથવાણી, ભરતભાઇ ઉમટ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:45 PM IST)










