તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 2nd October 2025
ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા કાલે જ્ઞાતિજનો માટે ‘બાય-બાય નવરાત્રી મહોત્સવ'
ગાયક પૂનમબેન ગોંડલીયા જમાવટ કરશેઃ પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના ઇનામોઃ પાસ વિતરણ

રાજકોટ તા. રઃ શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવ પૂર્ણ થયા બાદ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા ચતુર્થ વખત મા ભગવતીની આરાધના કરવા માટે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજ માટે ‘બાય-બાય નવરાત્રી મહોત્સવ-ર૦રપ'નું આયોજન કાલે તા. ૩-૧૦ને શુક્રવારને સાંજે ૭ કલાકથી રોયલ રજવાડી ગ્રાઉન્ડ, વિરાણી સ્કુલ, ટાગોર રોડ, રાજકોટ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગાયક કલાકાર પુનમબેન ગોંડલીયા જમાવટ કરશે.
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, સેલ્ફીઝોન તેમજ આકર્ષીત લાઇટીંગ, વિશાળ ગ્રાઉન્ડ તેમજ ચુસ્ત સીકયુરીટી તેમજ નિર્ણાયકો દ્વારા પ્રિન્સ-પ્રિન્સેસની યોગ્ય પસંદગીઓ કરવામાં આવશે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજના લોકો માટે આયોજીત રાસોત્સવમાં તમામ જ્ઞાતિજનોના ખેલૈયા ભાઇઓ, બહેનો તેમજ બાળકોએ ટ્રેડીશનલ ડ્રેસ પહેરવાનો રહેશે. વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ માટે અવનવા ઇનામો આપવામાં આવશે.
પાસ મેળવવા તેમજ વધુ વિગત માટે પ્રમુખ-હાર્દિક વી. ટાંક-૮૪૩૪પ ૭૭૭૭૭, (૧) ધરતી મોબાઇલ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ. મો. ૯૮૯૮૪ ૯પ૭૭૪, (ર) શ્યામ ઓટો ગેરજ, બાલાજી હોલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. મો. ૭પ૬૭૦ પર૮પર નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:46 PM IST)










