News of Thursday, 2nd October 2025
રઘુવંશી પરીવાર રાસોત્સવમાં આજે મેગા ફાઇનલઃ મેઘરાજાના વિરામ બાદ ખેલૈયાઓની ભારે રમઝટ
રાત પડતાની સાથે જ દિવસ ઉગ્યો ફાયર શો લેઝર શો તેમજ મહાઆરતી સહીતના વિવિધ ક્રાર્યક્રમ યોજાયા

રાજકોટ : રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ગઇકાલે મહાઆરતી તેમજ લેઝર શો યોજાયો હતો. તમામ ખેલૈયાઓએ મોબાઇલની ફલેશ લાઇટ ચાલુ કરી જગત જનની જગદંબાની આરતી કરેલ હતી. શુભ ઇન્વેટસના આશિષ કોટક તથા કવિતા કોટનું ઓર્કેસ્ટ્રા તથા અદ્યતન સાઉન્ડ સીસ્ટમ ગણેશ સાઉન્ડ હાઇ-ટેક સાઉન્ડ સીસ્ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે શ્રોતાઓ દ્વારા અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવની વ્યવસ્થા અને પારીવારિક માહોલની સરાહના કરી હતી. ખેલૈયાનો છલડો-ડાકલા-ભકિત-વંદે માતરમ છકાલતી પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મુકીને ખેલ્યા હતા. કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, રાજકોટ કલેકટર ડો.ઓમ પ્રકાશ, ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા, અતુલભાઈ કારીયા, અમિતભાઈ રૂપારેલીયા, પ્રિયાંકભાઇ કારીયા, વિગેરે ઉપસ્થિત રહેલ. સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી, ધર્મેશભાઇ વંસત, જતીન દક્ષિણી, કૌશીક માનસતા, પ્રકાશભાઇ સોમૈયા, મેહુલ નથવાણી, શ્યામલ વિઠલાણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, આનંદ જોબનપુત્રા, અમીતભાઈ અઢીયા, મોહીતભાઇ નથવાણી, જતીનભાઈ પાબારી, કલ્પેશભાઇ તન્ના, વિપુલભાઈ મણીયાર, રાજભાઈ બગડાય, મયુરભાઈ અનડકટ, વિપુલ કારીયા, રશેષભાઈ કારીયા, ધવલભાઈ પાબારી, અમીતભાઈ દક્ષિણી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઈ (સેઠજી), કેયુરભાઈ રુપારેલ, હિતેશભાઈ ગટેચા, રાજુભાઇ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કિરીટભાઈ કેશરીયા, રાકેશભાઇ ચંદારાણા, રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારીયા, ધ્રુવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોલેરા, કિતી શીંગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાશું કારીયા, મહેન્દ્ર જીવરાજાની, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અલ્પેશ ભુપતા, જિલ ગણાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, ઘુમિલ ગોંધીયા, પ્રેમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવીન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુદ્ધદેવ, મનીશાબેન ભગદેવ, શિલ્પાબેન પુજારા, તારુબેન ચંદારાણા, કાશ્મીરાબેન નથવાણી, ભારે જહેમત ઉઠાવી રહયા છે.
(3:01 PM IST)










