<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

રવિવારે શ્રીજી ગોશાળામાં શરદ-રાસોત્‍સવ

સાંજે ૫ થી ૭ આયોજનઃ ઇનામો વરસશેઃ ભોજનની પણ મોજ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રીજી ગોૈશાળાના દાસભાઇ તન્‍ના, જયંતીભાઇ નગદિયા,ચંદુભાઇ રાયચુરા, રમેશભાઇ ઠક્કર, ભુપેન્‍દ્રભાઇ છાટબાર નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,  આગામી તા.૫/ ને રવિવારે સાંજે ૭-વાગ્‍યાથી શ્રીજી ગૌશાળા - ન્‍યારા ગૌપ્રેમીઓ માટે લઈ આવી છે ‘‘શરદ રાસોત્‍સવ'' આ શરદ રાસોત્‍સવમાં ખેલૈયાઓને આર્શીવાદ સાથે પ્રોત્‍સાહીત કરવા  વૈષ્‍ણવાચાર્ય પૂ. શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રી -શ્રી કળષ્‍ણાશ્રય હવેલી, રોયલ પાર્ક, રાજકોટની વિશેષ કળપા સાથે પધારી ગૌપ્રેમી વૈષ્‍ણવોને વચનામળત બૌધ સાથે ખેલૈયાઓને ગૌસત્‍વ ઈનામો પ્રદાન કરી આર્શીવાદ આપશે.

રાસોત્‍સવમાં રવિવારની સાંજે સૌ ખેલૈયાઓને જુનાગઢના સુપ્રસિધ્‍ધ લોક ગાયક  રાજુ ભટ્ટ અને કુ. નીરૂ દવે તથા ચિ. અવધ ભટ્ટ અને સાથીવળંદના તાલે ગૌમાતાના આંગણે રાસ રમવા જાહેર નિમંત્રણ કરાયુ છે. આ રાસોત્‍સવમાં વિવિધ વયજુથના ખેલૈયાઓમાં બાળકો (૫ થી ૧૫ વર્ષ) - યુવાનો (૧૬ થી ૪૦ વર્ષ) - પ્રૌઢો (૪૦ વર્ષથી ઉપર) ના એમ ત્રણેય જુથના ૩-૩ મેલ-ફીમેલ શ્રેષ્ઠ ખેલૈયાઓ તેમજ ૨-૨ શ્રેષ્ઠ વેશભુષાના વિજેતાઓને ગૌસત્‍વ પ્રોડકટોની કીટોના લાખેણા ઈનામો પૂજયશ્રીના આર્શીવાદ સાથે પ્રદાન થશે.

આ રાસોત્‍સવમાં રમવા ઈચ્‍છુક વિજેતા ખેલૈયાઓ માટે કાઠીયાવાડી ટ્રેડીશનલ વેશભુષા અનિવાર્ય રહેશે. જેથી દરેક ખેલૈયાઓ ટ્રેડીશનલ વેશભુષામાં સજજ થઈને આવે એવી અપીલ. ઈનામની પાત્રતા ટ્રેડીશનલ વેશભુષા વાળા ખેલૈયાઓ માટે જ રહેશે. શરદ રાસોત્‍સવ દરમ્‍યાન ગૌપ્રેમી સમાજ અને ખેલૈયાઓ માટે ભોજન (મહાપ્રસાદ) વિશેષ ભોજન વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા આયોજીત કરવામાં આવેલ છે.  વધુ માહિતી માટે  પ્રભુદાસભાઇ તન્‍ના મો. ૯૮૨૫૪ ૧૮૯૦૦, જયંતીભાઇ નગદીયા મો. ૯૪૨૭૪ ૨૯૦૦૧, ચંદુભાઇ રાયચુરા મો. ૯૮૯૮૨ ૪૧૧૯૦, ભુપેન્‍દ્રભાઇ છાંટબાર મો. ૯૩૭૬૭ ૩૩૦૩૩  રમેશભાઇ ઠક્કર મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬,નો સંપર્ક થઇ શકે છે.  

(3:33 PM IST)