<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

રાજકોટના જીત વિરેન્‍દ્રભાઇ માધાણી પીએચડી થયા

‘આર્ટીફીશીયલ ઇન્‍ટલીજન્‍સ' વિષય પર જીટીયુએ ડીગ્રી પ્રદાન કરી

રાજકોટ, તા.૨: અત્રેના માધાણી પરિવારના સુપુત્ર અને તન્‍ના પરિવારના જમાઇ જીત વિરેન્‍દ્રભાઇ માધાણી એ તાજેતરમાં ‘આર્ટીફીશીયલ ઇન્‍ટલીજન્‍સ' વિષયમાં સંશોધનકાર્ય પૂર્ણ કરી ‘ફિલોસોફી ઓફ ડોકટરેટ'ની સિધ્‍ધી પ્રાપ્‍ત  કરતાં બંને પરિવારો હર્ષ અને આનંદની લાગણી વ્‍યકત કરી રહયા છે. તેમને આ ડીગ્રી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા એનાયત કરવામાં આવેલ છે. આ વિષય પરનું સંશોધન કાર્ય જીત વિરેન્‍દ્રભાઇ માધાણીએ ડો.શકિના તબસ્‍સુમ મુનશીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યુ હતું. જીત વિરેન્‍દ્રભાઇ માધાણીએ ડોકટરેટની પદવી હાંસલ કરતાં તેમને પરિવાર - સગા - સંબંધી - મિત્ર મંડળ વગેરે તરફથી હાર્દિક શુભેચ્‍છાઓ પ્રાપ્‍ત થઇ રહી છે. અને તેમના ઉજ્જવળ ભવિષ્‍યની કામના થઇ રહી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માંથી આ પ્રકારની ડિગ્રી હાંસલ કરવી એ ગૌરવની બાબત ગણી શકાય.

(4:30 PM IST)