<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

પૂ. બાપુને વંદના

આજે ર ઓકટોબરના મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાઇ હતી. તે અંતર્ગત રાજકોટમાં પણ જયુબેલી ચોક ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને અધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી. પૂ.બાપુના ફોટા સમક્ષ દીપપ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. મ્‍યુ. કમિશ્‍નરશ્રી તુષાર સુમેરા, ડે. કમિશ્‍નરશ્રી જાની તેમજ મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, દંડક મનીષભાઇ રાડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, વશરામભાઇ સાગઠીયા વગેરેએ ઉપસ્‍થિત રહી ફુલહાર કર્યા હતા. તે સમયની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૬)

(3:39 PM IST)