News of Thursday, 2nd October 2025
અકિલા બેસ્ટ ઓફ બેસ્ટઃ શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ પસંદ કરવા આજે રાસોત્સવ
અયોધ્યા ચોકના સેન્ટર ગાર્ડન ગ્રાઉન્ડને ધ્રુજાવવા ખેલૈયાઓમાં અદમ્ય ઉત્સાહઃ ખેલૈયાઓ પોતાનું કૌવત-કલા દ્વારા શ્રેષ્ઠતા પુરવાર કરવા ગરબા રમાશે

રાજકોટ તા. ૩૦: રાજકોટની કલાપ્રેમી અને ગરબાપ્રેમી પ્રજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨ ઓકટોબરના ગુરૂવારના સાંજે ૭ થી ૧૦.૩૦ સેન્ટર ગાર્ડન ગ્રાઉન્ડ, ઓસ્કાર સ્કાય સીટીની બાજુમાં રાધાપાર્ક મેઇનરોડ, અયોધ્યા ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ચાયવાલા કાફેની બાજુના રોડ પર અકિલા પરિવારના અશોકભાઇ બગથરિયા અને સંદીપભાઇ બગથરિયાની પિતા પુત્રની જુગલ જોડી દ્વારા બાન લેબ, એસએસ સ્વીટ્સ, યુનિટી સીમેન્ટ અને જેએમજે પ્રોજેકટના સહકારથી અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ ૨૦૨૫ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ રાસોત્સવ કંઇક અનોખો અને અદ્ભૂત રહેવાનો છે કારણ કે આ રાસોત્સવમાં ખેલૈયાઓ પોતાનું કૌવત - કલા દ્વારા શ્રેષ્ઠતા પુરવાર કરવા ગરબા રમશે. શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી આ રાસોત્સવમાં થશે.
સંપૂર્ણ પારિવારીક માહોલ અને આધુનિક લાઇટ - માઇક - સાઉન્ડ સિસ્ટમથી સુસજ્જ એવા આ રાસોત્સવની ભવ્ય તૈયારીઓ બગથરિયા પિતા - પુત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
રાસોત્સવને યાદગાર બનાવવા શ્રેષ્ઠ ગાયકો, શ્રેષ્ઠ ઓરકેસ્ટ્રા અને શ્રેષ્ઠ એન્કર સેવા આપનાર છે. મિલન મસ્ત હાસ્ય કલાકાર આ રાસોત્સવમાં એન્કરની ભૂમિકા ભજવી જબરી વાહ-વાહ મેળવશે. ભકિત અને શકિતના પ્રાચિન - અર્વાચિન ગરબા ઉપરાંત ગાયકો કેટલાક નવા નવા નજરાણા રજુ કરી રાસોત્સવને યાદગાર બનાવશે.
કાર્યક્રમને માણવા હજારો લોકો ઉમટી પડવાના હોઇ સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આ રાસોત્સવમાં વિજેતા બનનારને લાખેણા ઇનામો અપાશે. સમગ્ર રાસોત્સવનું લાઇવ પ્રસારણ અકિલા ડોટ કોમના ફેસબુક પર તથા ડેન RCC કેબલ નેટવર્ક ÉALE પર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે મિલન કોઠારીનો ખાસ સહયોગ પ્રાપ્ત થયો છે.
અકિલા - દૈનિકના પ્રેસ ફોટોગ્રાફર અને રાજકોટ પ્રેસ કોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક કેમેરામેન એસો.ના પ્રમુખ અશોકભાઈ બગથરિયા અને અકિલાના યુવા પ્રેસ ફોટોગ્રાફર સંદીપભાઈ બગથરિયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રિતોને જણાવ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવા તેમની ટીમ દિવસ-રાત એક કરી રહી છે. બધાથી કંઈક અલગ, કંઇક નવું. કંઇક અનોખુ ખેલૈયાઓનું કૌવત માણવાનો મોકો ચુકવા જેવો નથી.
અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવમાં સમાજના તમામ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી ખેલૈયાઓને બિરદાવશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ભાનુબેન બાબરીયા મંત્રી ગુજરાત રાજ્ય, ઉદયભાઈ કાનગડ ધારાસભ્યશ્રી રાજકોટ. રમેશભાઈ ટીલાળા- ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ ધારાસભ્ય, નયનાબેન પેઢડીયા મેયર રાજકોટ, ભરતભાઇ બોધરા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, ડો.ઓમપ્રકાશ - કલેકટર રાજકોટ, તુષારભાઈ સમેરા - કમીશનર રાજકોટ મ્યુ. કોર્પોરેશન, બ્રજેશકુમાર ઝા કમિશનર રાજકોટ શહેર, મહેન્દ્રભાઇ બગડીયા - જોઇન્ટ પોલીસ કમીશનર રાજકોટ શહેર, મનોહરસિંહ જાડેજા - એસ.પી. મોડાસા-અરવલી), મૌલેશભાઇ ઉકાણી - બાનલેબ પ્રા.લી., હરપાલસિંહ જાડેજા - ડી.સી.પી. ટ્રાફીક બ્રાન્ચ, જગદીશ બાંગરવા - ડી.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર, હેતલ પટેલ - ડી.સી.પી. ઝોન-૧ રાજકોટ શહેર, રાકેશ દેસાઇ - ડી.સી.પી. ઝોન-ર રાજકોટ શહેર, નીતિનભાઇ ભારદ્વાજ - માજી સ્ટેન્ડીંગ ચેરમેન (ભાજપ અગ્રણી), ભુપતભાઈ બોદર -માજી રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ, જીતુભાઇ લીંબાસીયા - ડેવલોપર્સ (ખરેડી વાળા), જયમીનભાઇ ઠાકર - સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન આર.એમ.સી., નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) - ડેપ્યુટી મેયર રાજકોટ મનપા, મયુરધ્વજસિંહ જાડેજા - ચેરમેન જે.એમ.જે. ગ્રુપ, તીર્થરાજસિંહ ગોહીલ, પ્રમુખ રાજપૂત કરણી સેના, નીતિનભાઇ નથવાણી - સીટી ન્યુઝ ચેનલ રાજકોટ ઉપસ્થિત રહેશે.
સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા બગથરિયા પિતા - પુત્રના વડપણ હેઠળ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ) - પ્રમુખ સહકાર ગ્રુપ - પ્રમુખ હિન્દુ સેના, નરેન્દ્રભાઇ બાંભલા - યુવા ઉદ્યોગપતિ રાજકોટ, અશોકભાઇ પટેલ (મોટા મવા) - કાઠીયાવાડી જલસા, વિશ્વરાજસિંહ આર. જાડેજી (વાવડી)-કાઠીયાવાડી જલસા, ભુપતભાઇ બસીયા - ભાજપ અગ્રણી વોર્ડ નં. ૧૨, મીલનભા કોઠારી - ચેરમેનશ્રી, સાંસ્કૃતિક સેલ, ભાજપ - રાજકોટ, જગદીશભાઇ પટેલ - શિવ શકિત ડેરી = મવડી મેઇન રોડ, રાજકોટ, જયેશભાઇ સોરઠીયા - શૈલેષ ગ્રુપ મવડી રાજકોટ, સુખદેવસિંહ ઝાલા - બલદેવ ગ્રુપ, દિનેશભાઇ ચાવડા - બિલ્ડર્સ (મુછડી), દીપેન તન્ના - યુવા પત્રકાર, રોહીત પટેલ (ચરખડી) - ગુનાતીત પ્રોસેસીંગ, પારસભાઇ અનિલભાઇ રાઠોડ - કે.ડી.કન્ટ્રકશન રાજકોટ, જયભાઇ ખારા - જૈન યુવા અગ્રણી, જીતુભાઇ રાઠોડ - હર્ષ કન્ટ્રકશન, પારસભાઇ સંઘાણી - શેર પોઇન્ટ એમ પાવર, સુરૂભા જાડેજા (રાવકી) જય ઓટો એડવાઇઝર્સ (આરટીઓ) મવડી મેઇન રોડ, ધર્મેશભાઇ ઢાંકેચા (સરધાર) રાજકોટ ખો ડલધામ કન્વીનર), જય બોરીચા - યુવા ભાજપ પ્રમુખ વોર્ડ-૧૩, કિશનભાઇ સખીયા - યુવા એડવોકેટ, બાલાભાઇ વાજા - કલાસીક એન્ટરપ્રાઇઝ, સંદીપભાઇ બગથરિયા - રાધે એન્ટરપ્રાઇઝ, યોગેશ બગથરિયા - યુવા અગ્રણી બિલ્ડર, પ્રશાંત ગોંડલિયા - યુવા અગ્રણી, નિરવ વાઘેલા - રામનાથ જ્વેલર્સ, સંદીપ બગથરિયા - અકિલા પ્રેસ ફોટોગ્રાફર રાજકોટ જહેમત ઉઠાવી રહેલ છે.
(3:41 PM IST)










