News of Thursday, 2nd October 2025
રામનાથપરા સ્થિત શ્રી બાલા હનુમાન રામજી મંદિરે શ્રી રામચરિત માનસજીના પાઠઃ પૂ.શ્યામસુંદરદાસજી મહારાજનું વકતવ્ય

રાજકોટઃ શહેરમાં ૧૯-રામનાથપરામાં આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી બાલા હનુમાન રામજી મંદિરે નવરાત્રી પર્વ અંતર્ગત શ્રી રામચરિત માનસજીના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ દર્શન પૂજનનો લાભ લીધો હતો. શ્રી રામચરિત માનસજીના પાઠના મુખ્ય વકતા પૂ.શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ દ્વારા શ્રી રામ જન્મ ઉત્સવ, શ્રીરામ વિવાહ ઉત્સવ, શ્રી રામ રાજયાભિષેક ઉત્સવ સહિતના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આર્શિવાદ આપી આવકારી રહેલા ગોંડલ મંદિરના ગાદિપતી પૂ.શ્રી જેરામદાસજી મહારાજ નજરે પડે છે. આ પ્રસંગે ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા ઉપસ્થિત છે.
(3:56 PM IST)










