તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 2nd October 2025
રીમઝીમ-રીમઝીમ વરસાદ વચ્ચે ક્લબ સુધીમાં ભવ્યાતિભવ્ય મહા આરતીઃ આતશબાજી
બનારસ ઘાટથી આવેલા ૬ ભૂદેવો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની મહાઆરતીઃ રોશની,આતશબાજી અને મોબાઇલ ફલેશ લાઇટથી અદભૂત આકાશી દ્રશ્યો સર્જાયાઃ ‘જય જય ઉમિયા મા' અને વિશ્વભરી ની સ્તુતી સાથે હજારો પાટીદારોએ મહાઆરતી કરી

રાજકોટઃ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત 'ક્લબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૫'માં ગઈ કાલે રીમઝીમ રીમઝીમ વરસાદ વચ્ચે પણ હજારો પાટીદારો કુળદેવી મા ઉમિયાની મહાઆરતીમાં હર્ષભેર જોડાયા હતા. ન્યુ ૧૫૦ ફુટ રીમ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી ની ભવ્ય મહાઆરતીમાં રોશની, આતશબાજી, ફલેશ લાઈટ અને અવનવા આર્કપણો સાથે દિવ્ય વાતાવરણની અનુભુતી સર્જાય હતી.
કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં દક્ષીણ ભારત શૈલીમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના વિશાળ મંદિરનો મનમોહક રંગોલી પુષ્પના તોરણ, દિવડાઓ થકી ઉત્કૃષ્ટ સજાવટ કરવામાં આવી હતી. મા ઉમિયાની પ્રતિમાનો અદભૂત શણગાર કરવામાં કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમવાર ૧૦ જેટલા કેરેલીયન -કલાકારો એ દક્ષિણ ભારતીય ડ્રેસકોડમાં સજજ થઈ ભરતનાટયમ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પરંપરાગત કરેલીયન વષોમાં સજજ થઈને કલાકારો મહાઆરતીમાં આવેલા મહેમાનો અને પાટીદાર શ્રેષ્ઠીઓ સમક્ષ મનમોહક ભરતનાટયમ્ નૃત્યકલા રજુ કરી હતી.
બનારસથી આવેલા બાહમણો મારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગાઘાટની થીમ પર મા હમિયાની ભાવપૂર્વક આરતી કરાય હતી. રંગબેરંગી લાઈટીંગનો ભાલ લેસર શો રા અદભૂત દ્રશ્ય રચાયા હતા. કોન દ્વારા એલાઈડી રજિલ પર આકાશ માં એનીમેશન સાથે મા ઉમિયાનું અવતરણની ઝાંખી પ્રર્દશીત કરાય હતી, મા ઉમિયાના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
ખલૈયાઓ તેમજ દર્શકો -ઉપસ્થિત મહેમાનો દ્વારા મોબાઈલની ફલેશ લાઈટ ચાલુ કરી આરતી માં સહભાગી બન્યા હતા. ૧૦૦ ફુટ ઉંચી ક્રેઈન દ્વારા ભવ્ય આતશબાજી અને એરીયર શોટ તેમજ રંગબેરંગી લાઈટીંગ વાળા ૧૦૦૦ ફુગ્ગાઓ એ આકાશમાં નયનરમ્ય દ્રશ્ય સર્જયા હતા.
ઉમિયાધામના પ્રમુખ અને ઉંઝાના ઉપપ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, સિદસરના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ધારાસભ્યો સંજયભાઈ કોરડીયા, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, ઉદ્યોગપતિઓ પ્રફુલભાઈ હદોવાણી, મુળજીભાઈ ભીમાણી, શિવાલાલભાઈ આદ્રોજા, રમણભાઈ વરમોરા, કલબ યુવીના ડયરેકટરો એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, ભાવેશભાઈ ફળદુ, દિનેશભાઈ અમૃતીયા, ઉમિયા સંગઠન સમિતિના કૌશીકભાઈ રાબડીયા, નિલેશભાઈ ભેંસદડીયા, અરવિંદભાઈ પાણ, પ્રજ્ઞેશભાઈ રૈયાણી, કરણભાઇ રાણીંગા, શૈલેષભાઇ ભેડીયા, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઇ ભાયાણી, રીમલભાઈ કટારીયા, ભરતભાઈ ડઢાણીયા, રમેશભાઈ રાણીપા, ભરતભાઈ ખાચર, અશ્વિનભાઈ આદ્રોજા, આશીષભાઈ ફળદુ, જે.ડી.કાલરીયા, પ્રફુલભાઈ બેરા, સહીત ઉમિયા પરિવાર રાજકોટની વિવિધ સંસ્થાઓ, પરિવારો જોડાયા હતા.
ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઇ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીની ૧૦૮ ની ટીમે વરસાદી વાતાવરણ વચ્ચે પણ સ્વયંશિસ્ત અને સમજણ સાથે અદભૂત મેનેજમેન્ટ દ્વારા મહાઆરતીને સફળ બનાવવા ૧૩૧ જહેમત ઉઠાવી હતી.
(4:05 PM IST)










