<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

રાજકોટના ચમત્‍કારીક હનુમાન મંદિરે યોજાયો વિના મૂલ્‍યે આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્‍પ

રાજકોટઃ ગત શનિવાર સવારે ચમત્‍કારીક હનુમાનજી મંદિર એજી ચોક કાલાવાડ રોડ રાજકોટ, ખાતે સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટ, કરણપરા સરકારી તારીખ ૨૭ ૦૯ ૨૦૨૫  શનિવાર સવારે ૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્‍યા સુધી, ચમત્‍કારીક હનુમાનજી મંદિર એજી ચોક કાલાવાડ રોડ રાજકોટ, ખાતે સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટ, કરણપરા સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ અને ચમત્‍કારીક હનુમાનજી મંદિર કમિટીના સંયુક્‍ત ઉપક્રમે વિનામૂલ્‍યે આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ, જેનો બહોળા પ્રમાણમાં જાહેર જનતાએ લાભ લીધેલ, ૩૫૦ થી વધુ દર્દીઓને  આયુર્વેદ અને હોમીઓપેથી નિષ્‍ણાંતો દ્વારા નિદાન અને મફત દવાઓનું વિતરણ કરવામાં આવેલ, આ ઉપરાંત આરોગ્‍ય અંગે માર્ગદર્શન આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ચમત્‍કારિક હનુમાનજી મંદિરના ટ્રસ્‍ટીગણ અને સેવકો તથા સરકારી આયુર્વેદ હોસ્‍પિટલના વૈદ્ય પંચકર્મશ્રી  વૈદ્ય ચૈતાલીબેન પરમાર તથા વૈદ્ય પંચકર્મશ્રી વૈદ્ય રાજેશભાઈ ઘીયાડ દ્વારા કરવામાં આવેલ. નિદાન સારવાર કેમ્‍પમાં નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર વૈદ્ય જયેશભાઈ પરમાર ની વિશેષ ઉપસ્‍થિતિ હતી. આયુર્વેદ હોસ્‍પિટલ અને ચમત્‍કારીક હનુમાનજી મંદિર કમિટીના સંયુક્‍ત ઉપક્રમે વિનામૂલ્‍યે આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ, જેનો બહોળા પ્રમાણમાં જાહેર જનતાએ લાભ લીધેલ, ૩૫૦ થી વધુ દર્દીઓને  આયુર્વેદ અને હોમીઓપેથી નિષ્‍ણાંતો દ્વારા નિદાન અને મફત દવાઓનું વિતરણ કરવામાં આવેલ, આ ઉપરાંત આરોગ્‍ય અંગે માર્ગદર્શન આપવામાં આવેલ, સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ચમત્‍કારિક હનુમાનજી મંદિરના ટ્રસ્‍ટીગણ અને સેવકો તથા સરકારી આયુર્વેદ હોસ્‍પિટલના વૈદ્ય પંચકર્મશ્રી  વૈદ્ય ચૈતાલીબેન પરમાર તથા વૈદ્ય પંચકર્મશ્રી વૈદ્ય રાજેશભાઈ ઘીયાડ દ્વારા કરવામાં આવેલ. નિદાન સારવાર કેમ્‍પમાં નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર વૈદ્ય જયેશભાઈ પરમાર ની વિશેષ ઉપસ્‍થિતિ હતી.

(10:47 AM IST)