<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

‘હવે કોઇ રેડીયો નથી સાંભળતુ' એ વાકયને ખોટુ પાડતા રાજકોટના રમેશભાઇ પરમાર : રેડીયોના અપાર ચાહક

રાજકોટ : એક સમયે રેડીયોનો પણ જમાનો હતો. પરંતુ હવે જવલેજ કયાંક જોવા મળે છે. ત્‍યારે રાજકોટમાં રહેતા એક હોટલમાં કામ કરતા રમેશભાઇ મોહનલાલ પરમારનો રેડીયો પ્રેમ આજે પણ એવોને એવો અકબંધ છે. ફુલછાબ ચોક પાસેની એક હોટલમાં દેખરેખનું કામ કામ સંભાળતા ૬૨ વર્ષીય આ રમેશભાઇ પોતાના કામના સ્‍થળે પણ રેડીયો સાથે જ રાખે છે. સવારે ૭ વાગ્‍યામાં ખુરશી ઢાળીને નિયમિત રેડીયો સાંભળ્‍યા કરે. જયભારતી, જયમાલા જેવા કાર્યક્રમો અને છાયા ગીતો તેમને ખુબ પસંદ છે. રેડીયો સાંભળવાનો તેમનો આ ક્રમ રાત્રીના ૧૧ વાગ્‍યે સુવે ત્‍યાં સુધી ચાલે છે. તેઓ કહે છે કે હું ૧૦ વર્ષનો હતો ત્‍યારથી રેડીયોનો ચાહક છુ.  રેડીયા વગર મારે જરાય ન ચાલે. પહેલા વાલ્‍વવાળા અને બે બેન્‍ડના રેડીયો આવતા. હવે તો ઇલેકટ્રીસીટીથી ચાલતા પાંચ બેન્‍ડ સુધીના રેડીયા આવી ગયા છે. રેડીયોમાં સીલોન સહીતના સ્‍ટેશનો આવે પણ મને વિવિધભારતી એફ.એમ. અને રાજકોટ આકાશવાણી સ્‍ટેશન ખુબ ગમે છે. તેમ રેડીયો પ્રેમી રમેશભાઇ પરમાર (મો.૯૯૭૮૨ ૭૪૭૮૮)એ જણાવ્‍યુ હતુ. (મોબાઇલ ક્‍લિક : મિતેષ આહીર) 

(10:58 AM IST)