<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

અબતક સુરભી મિર્ચી રોક એન્‍ડ ઢોલ રાસોત્‍સવમાં વિજેતા ખેલૈયાઓને લાખણા ઇનામોની વર્ષા

 રાજકોટઃ રાજકોટમાં નવરાત્રિના મહાપર્વનું કાલે નવમું અને અંતિમ નોરતું ઉત્‍સાહભર્યું રહ્યું. અબતક સુરભી મિર્ચી રોક એન્‍ડ ઢોલ રાસોત્‍સવના વિશાળ મેદાનમાં ખેલૈયાઓ અને દર્શકોની ભીડ ઉમટી ગઈ, જ્‍યાં દરેક ખેલૈયાએ પોતાના અંદાજમાં ગરબા ઘૂમાવી ઉત્‍સાહભર્યું મનોરંજન સર્જ્‍યું. ખેલૈયાઓના ઉત્‍સાહને પાંખો મળ્‍યા જ્‍યારે જીલ એન્‍ટરટેનમેન્‍ટ, મળદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સંગીત પર ખેલૈયાઓ અને દર્શકો મનભરી ગરબા ઘૂમ્‍યા. કલાકારોની પ્રેરણા અને સંગીતની લયે ગરબા મંચ પર જાદૂ છવાઈ ગયો, અને આખરે અંતિમ દિવસની ઉજવણીને આકાશ સુધી લઈ ગયો. આર.જે. સ્‍મિત અને આર.જે. નેહાના મીઠા એન્‍કરિંગથી ઉત્‍સાહ સતત જળવાયો.

ખેલૈયાઓની કઠિન સ્‍પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓની પસંદગી કરવામાં આવી, અને આ પ્રક્રિયામાં જજને પણ સાચી રીતે વિજેતાઓ પસંદ કરવામાં મુશ્‍કેલી પડી. ખેલૈયાઓનું ઉત્‍સાહ અને જોરદાર પ્રદર્શન આખરી દિવસની ઉજવણીને સાતમા આસમાને લઈ ગયું.

આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ગુજરાત યુવા પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, રાજકોટ યુવા પ્રમુખ કિસન ટીલવા સહિત યુવા ભાજપ ટીમ રહ્યા. બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, રેલ્‍વે ચીફ કંટ્રોલર એન.કે. વર્મા, એડવોકેટ દિલીપભાઈ પટેલ, ઇમ્‍પીરિયલ હોટલના અતુલભાઈ શેઠ, મિલનભાઈ મીઠાણી, બોલબાલા ટ્રસ્‍ટના જયેશ ઉપાધ્‍યાય અને ટ્રસ્‍ટી મારૂ, રાજકોટ સિવિલ જજ એચ.વી. જોટણીયા, દાહોદ સિવિલ જજ પી.એસ. સુચક, કેતનભાઈ પટેલ, જીમીતભાઈ દેસાઈ, સિટી ન્‍યૂઝના નીતિન નથવાણી અને અનિરુદ્ધ નકુમ,  સુરભા જાડેજા રાવકી ઉપસ્‍થિત રહયા હતા.

મહોત્‍સવનું આયોજન ૧૯ વર્ષથી સતત ‘અબતક સુરભી' દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે મેદાનમાં લીલાછમ ગાલીચા, ફલડ લાઇટિંગ અને એલઇડી સ્‍ક્રીન દ્વારા આધુનિક સ્‍પર્શ, પારિવારિક બેઠક વ્‍યવસ્‍થા અને સુરક્ષિત માહોલ સાથે નાના બાળકો, વડીલો અને ખેલૈયાઓ સૌ આરામથી મહોત્‍સવમાં ભાગ લઇ શકયા. માર્ગી પટેલ અને મળદુલ ઘોષના સુરીલા સંગીત પર ગરબા રાસ, આર.જે. સ્‍મિત અને આર.જે. નેહાના મીઠા એન્‍કરિંગ, અને રંગબેરંગી લાઇટિંગ સાથે મહોત્‍સવને એક યાદગાર અનુભવ બનાવી દીધો

વિજેતાઓને છેલ્લા દિવસમાં લાખો રૂપિયાના ઇનામોથી નવાજવામાં આવ્‍યા.  ગિફટ વાઉચર્સ અને પુરસ્‍કાર ના ઇનામથી દરેક ખેલૈયા ગૌરવિત થયા. અંતિમ દિવસે ખેલૈયાઓનું ઉત્‍સાહ અને જોરદાર પ્રદર્શન મહોત્‍સવના રોમાંચને સાતમા આસમાને લઈ ગયો.

 

વિજેતાઓના નામ આ મુજબ છે.

સિનિયર એ ગ્રુપ

પ્રિન્‍સ :  ભાર્ગવ સોરઠીયા,  મયુર  જોગરાણયા,  વીરેન પટેલ , રોહન સોલંકી,  જય વાઘેલા

પ્રિન્‍સેસ  : ભક્‍તિ પીપડીયા , રુચિ સુધાણી,  સાક્ષી સુરેજા, સુહાસી ગોસાઈ, સાક્ષી ભોગરીયા

સિનિયર ગ્રુપ બી પ્રિન્‍સ  :  રોહિત સોલંકી, રાહુલ ચુડાસમા, ખુશાલ લાલકીયા,  ચેતન પરમાર, શિવમ દિલોની

 પ્રિન્‍સેસ  :  અંજલી ગજેરા, માધવી પટેલ, ધરતી ગોરેચા, યશ્વી સંઘાણી, હીરા ધીણોજા

 

સિનિયર સી ગ્રુપ

પ્રિન્‍સ : યશ મડીર, ભાવિન મકવાણા,  દેવાંગ પારેખ, શ્‍યામ સુદાણી, નીરવ વાઘેલા, આયુષ ડોબરીયા, વિવેક ચાવડા,  શુભમ ડોબરીયા, નિમિશ રાઠોડ,  રોહિત ગોહિલ, પંકજ શેખરીયા, નવઘણ રાઠોડ,  હાર્દિક પરમાર, મેહુલ શિયાળ,

પ્રિન્‍સેસ : મેઘા રૂપારેલીયા,  ક્રિષ્‍ના ત્રિવેદી, સીમા સોજીત્રા, ગ્રેસી પાનસુરીયા, તોહા રાઠોડ,  વિધિ રામાણી,ઝીલ કણસાગરા, દીપા પ્રીતમની, નંદની ગેવરીયા,  જાનવી કારેલીયા, વળંદાવિ કાચા, જીયાના રામાણી, અમી સોની.

સિનિયર વેલ ડ્રેસીસ પ્રિન્‍સ :  ભાર્ગવ સોરઠીયા, પ્રિન્‍સેસ નિરાલી  ગોસાણી,

 

જુનિયર એ ગ્રુપ

પ્રિન્‍સ : પારસ સોલંકી, જેવીલ પરમાર, અક્ષય સોલંકી, પ્રિન્‍સેસ :   યથા સંઘાણી, વળંદા ગોસાઈ, રિયા રાઠોડ,

 

જુનિયર બી ગ્રુપ

પ્રિન્‍સ :  વીર ચૌહાણ, અક્ષય, કાવ્‍યા  કારીયા ,પ્રિન્‍સેસ : ધાર્મિ ધમાલ, ધર્મા ધ્રાણ્‍ય, હિરલ ડાભી,

 

સિનિયર સી ગ્રુપ  : અંશ પરમાર,  દક્ષિત ટોલિયા,  ઓમ દવે, વિદન પાટડીયા, જય ગોહિલ, મિહિર આદેશણા, વીર અથવાની, મનીષ ટેકવાની, મંથન જાની, છત્રપાલસિંહ રાણા, પ્રિન્‍સેસ : મહેક રાણપરા, મૈત્રી ધામેચા, નાવ્‍યા ધામેચા, સાનિયા ટેકવાની, સ્‍વાતિ પીઠડીયા, જાનવી કાકરેજા, દિયા વ્‍યાસ, કેસવી સોની, હિતેશ્રીબા ઝાલા, નિરાલી જસાણી,

 

જુનિયર વેલ ડ્રેસીસ પ્રિન્‍સ  :  વિધાન પાટડીયા, ભવ્‍ય ગોંડલીયા, પ્રિન્‍સેસ : હિતેશશ્રી બા ઝાલા, રાજવી બોરીચા,

અવસાન નોંધ

જયંતિભાઇ ખખ્‍ખર

વાંકાનેરઃ સ્‍વ. કાનજીભાઇ વિરજીભાઇ ખખ્‍ખરના પુત્ર જયંતિભાઇ કે.ખખ્‍ખર (ઉ.વ.૭૯) તે સ્‍વ. ગોરધનભાઇ તથા સ્‍વ. સુરેશભાઇના કાકાનું તા.૨-૧૦-૨૫ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૩-૧૦ ને શુક્રવારના રોજ સાંજે/૪:૩૦થી ૬:૦૦ લોહાણા મહાજનવાડી દિવાનપરા વાંકાનેર ખાતે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે. (૩.૬)

આશિષભાઇ રાવલ

બાબરા : અમરેલીના સ્‍વ. વકિલ જયંતીભાઇ રાવના પુત્ર આશિષભાઇ જયંતિભાઇ રાવલ (ઉ.પ૬) નું તા. ૧ ના અવસાન થયેલ છે. પીયર પક્ષ તથા સસુરપક્ષની સાદડી તા. ૩ ને શુક્રવારે બપોરે ૩ થી સાંજના ૬ જૈન મહાજન વાડીના ડેલામાં લાયબ્રેરી રોડ, અમરેલીમાં રાખેલ છે. (પ-૮)

ચેતનાબેન રૂપારેલીયા

રાજકોટઃ સ્‍વ. ચેતનાબેન દિનેશભાઇ રૂપારેલિયા (ઉ.વ. પ૭)  તે દિનેશભાઇના ધર્મ પત્‍ની, ભરતભાઇ અને લાલાજીભાઇના ભાભી, તે નિષીદભાઇ અને ગાયત્રીબેનના માતાશ્રી, તે શિતલબેનના સાસુ તથા પીહૂના દાદી અને યુગ આધ્‍યાના નાની  તેમજ સ્‍વ. જયંતિલાલ વિઠ્ઠલદાસ સૂચકના દીકરી અને ભાવેશભાઇ અને હિતેષભાઇના બહેન તા. ર, ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું અને પીયર પક્ષની સાદડી તા. ૩ શુક્રવારના સાંજે ૪ થી પ નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઇસ્‍કૂલ પાસે, ૮૦ ફુટ રોડ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.  (૩પ-ર)

 

(2:12 PM IST)