<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

બાઇક અને મોબાઇલ ચોરીના ગુનામાં સિકંદર ઉર્ફે સિકુ અને સગીર પકડાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબીના હેડકોન્‍સ જગદીશસિંહ પરમાર અને નાસતા ફરતા સ્‍કોડના નીલેશભાઇ જમોડની બાતમી

રાજકોટ, તા.૩: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં બાઇક અને મોબાઇલ ચોરીના ગુનામાં સામેલ સગીર સહિત બે શખ્‍સોને ડીસીપી ઝોન-૧ની એલ.સી. બી.ની ટીમે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા-ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા, એડીશ્‍નલ પોલીસ કમિશનર  મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ એ સૂચના  આપતા ડીસીપી ઝોન-૧ની એલસીબીના પીએસઆઇ.બી.વી. ચુડાસમા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ જગદીશસિંહ પરમાર તથા ઝોન-૧ ના નાસ્‍તા ફરતા સ્‍કોડના કોન્‍સ નિલેશભાઇ જમોડને બાતમી મળતા ખોખડદળ નજીકથી સિકંદર ઉર્ફે સિકુ ઉર્ફે ભોલુ જુમાભાઇ પલેજાની (ઉ.વ.૨૦) (રહે. જૂનાગઢ રામદેવપરામાં) અને એક સગીરને ચોરાઉ બાઇક અને મોબાઇલ ફોન સાથે પકડી લીધા હતા. પોલીસની પુછપરછમાં સિકંદર પલેજાએ અગાઉ વાવડી રોડ પર દુકાનમાંથી અને પડધરી સર્કલ પાસે લારી ધારકનો તેમ બે મોબાઇલ ફોન અને શાપરમાંથી બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી સિકંદર અગાઉ રાજકોટ અને જામનગરમાં ચોરીના પાંચ ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીએસઆઇ  બી.વી.ચુડાસમા એ.એસ.આઇ. હરેશભાઇ પરમાર, મનરૂગીરી ગોૈસ્‍વામી, હેડ કોન્‍સ હિતેશભાઇ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર કોન્‍સ. રવીરાજભાઇ પટગીર તથા કોન્‍સ. નિલેશભાઇ જમોડ દ્વારા કરવામાં આવી હતી.(૩.૧૨)

(2:47 PM IST)