તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 3rd October 2025
દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસઃ ૨૮ને ઝડપી લેવાયાઃ બે નશાખોર પણ પકડાયા
પીસીબી, એલસીબી, અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમોના ઠેકઠેકાણે દરોડા

રાજકોટ તા. ૩: દેશી દારૂના ધંધાર્થીઓ પર શહેર પીસીબી, એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમોએ દરોડા પાડયા હતાં. પોલીસે દેશી દારૂ સાથે મહિલાઓ સહિત ૨૮ને પકડી લીધા હતાં. બે નશાખોરો પણ ઝડપાયા હતાં.
જાણવા મળ્યા મુજબ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર અને ડીસીપીની સુચના અંતર્ગત દારૂની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં રૈયાધાર મફતીયાપરા દશામાના મંદિર પાસે રહેતો વિક્રમ કેશુભાઇ વાજેલીયા હદપાર હોવા છતાં તેના ઘર પાસે આવતાં પીસીબીના હરદેવસિંહ રાણાએ પકડી લીધો હતો. રામનાથપરા જેલ સામેથી રવિ ખોડાભાઇ પરમારને રૂા. ૨૪૦૦ના દેશી દારૂ સાથે, શાષાી મેદાન પાસેથી લોહાનગરના અમીત ધીરૂભાઇ મેરને રૂા. ૧૦૦૦ના દેશી દારૂ સાથે એ-ડિવીઝનના કરણભાઇ, ધર્મેશભાઇ, કનુભાઇ સહિતે પકડયા હતાં. જ્યારે મોરબી રોડ રાધીકા પાર્ક-૩ના ખુણેથી વિજય સવજીભાઇ પીપળીયાને રૂા. ૧૦૦૦ના દેશી ાદરૂ સાથે, ભગવતીપરા-૧ પાસેથી પારેવડી ચોકના વિપુલ દિનેશભાઇ સરવૈયાને રૂા. ૪૦૦ના દારૂ સાથે, મોરબી રોડ સીટી સ્ટેશન પાસેથી ગાંધી વસાહતના રફીક અલારખાભાઇ ભાડુલાને રૂા. ૪૦૦ના દારૂ સાથે, ભગવતીપરા નદી કાંઠેથી હારૂખ અલ્લારખાભાઇ ભાયાણીને રૂા. ૪૦૦ના, ભગીરથ સોસાયટી-૭ના રમેશ ચંદુભાઇ આડેસરાને રૂા. ૩૦૦૦ના દેશી દારૂ સાથે એલસીબી ઝોન-૧, બી-ડિવીઝન પોલીસ અને પીસીબીએ પકડયા હતાં.
આ ઉપરાંત સંત કબીર રોડના નાલા પાસેથી ચામુંડા સોસાયટીના વેલશી પાંચાભાઇ રાજપરાને રૂા. ૬૦૦ના દારૂ સાથે, લલુડી વોંકળી નજીકથી રસીલા અશ્વીન ચુડાસમાને રૂા. ૬૦૦ના, વાલકેશ્વર સોસાયટીમાં ઇકબાલ હુશેનભાઇ બાબરીયાને રૂા. ૧૦૦૦ના દશેરી દારૂ સાથે, કોઠારીયા સોલવન્ટ નારાયણનગરમાંથી ભાવેશ છગનભાઇ વાવડીયાને રૂા. ૧૦૦૦ના દારૂ સાથે પીસીબી, ભક્તિનગર, એલસીબી ઝોન-૧ પોલીસની ટીમે પકડયા હતાં. તેમજ માંડા ડુંગર પીઠડઆઇ સોસાયટી-૨માંથી હેમત પ્રેમજીભાઇ સોલંકીને રૂા. ૧૦૦૦ના દારૂ સાથે એલસીબી ઝોન-૧ ટીમે, પોપટપરા સ્મશાન રોડ પરથી વિરેન્દ્ર હેમભાઇ હુદડને રૂા. ૧૪૦૦ના દારૂ સાથે પીસીબીએ, જામનગર રોડ સંજયનગરમાંથી જ્યોતિ મહેશ ડોડીયાને રૂા. ૧૬૦૦ના દારૂ સાથે ગાંધીગ્રામ પોલીસે પકડયા હતાં.
આ ઉપરાંત રૈયાધારમાંથી ભવદીપ ઉર્ફ યશ ઉર્ફ હાંડો પરેશભાઇ ડાભીને રૂા. ૨૦૦૦ના દારૂ સાથે, વિક્રમ કેશુભાઇ વાજેલીયાને રૂા. ૨૦૦૦ના દારૂ સાથે, રતન ધારશી વાજેલીયાને રૂા. ૧૨૦૦ના અને જીતેશ ઉર્ફ જીતો જેસીંગભાઇ વઢવાણીને રૂા. ૩૦૦૦ના દારૂ સાથે, રૈયાધારમાંથી વિપુલ બાલાભાઇ પરમારને નશો કરેલી હાલતમાં, જીતેશ ઉર્ફ ભુરો દેવજીભાઇ સાડમીયાને રૂા. ૩૪૦૦ના દારૂ સાથે, દશામાના મંદિર નજીકથી રેખા ભીખુગીરી ગોસ્વામીને રૂા. ૩૮૦૦ના દારૂ સાથે યુનિવર્સિટી, પીસીબીની ટીમે પકડયા હતાં. તેમજ બી. ટી. સવાણી હોસ્પિટલ નજીકથી મોહન કરસનભાઇ ઝાપડાને દારૂ પીધેલી હાલતમાં, મેઘમાયાનગરમાંથી મુકેશ માવજીભાઇ લુણેશીયાને રૂા. ૨૮૦૦ના દેશી દારૂ સાથે, કેકેવી ચોકમાંથી અનિલ હંસરાજભાઇ સોલંકીને રૂા. ૩૦૦૦ના, ભાવેશ જયંતિભાઇ ભુવાને રૂા. ૩૦૦૦ના, પરસાણા ચોક ન્યુ ૧૫૦ રીંગ રોડ પરથી કમુ મનજી વાઘેલાને રૂા. ૨૦૦૦ના દારૂ સાથે પકડી લેવાઇ હતી.
આ ઉપરાંત નાના મવા રોડ આંબેડકરનગરમાંથી મોહન દેવજીભાઇ વાઘેલાને રૂા. ૩૦૦૦ના દારૂ સાથે, મવડી બાયપાસ પરથી હંસાબ રાજુ માથાસુરીયાને રૂા. ૮૦૦ના, કણકોટ રોડ પર ઝૂપડા પાસેથી સોના દીલા વાઘેલાને રૂા. ૧૨૦૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં.
(3:00 PM IST)










