<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

વ્‍યાજખોરી, મારામારી અને ધમકીના ૧૮ ગુનામાં સામેલ શખ્‍સ પાસામાં ધકેલાયો

ભકિતનગર પોલીસના પી.આઇ. એચ.એમ. સરવૈયા તથા ટીમે વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કર્યો

રાજકોટ તા.૩: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં વ્‍યાજખોર, મારામારી અને ધમકી સહિતના ૧૮ ગુનામાં સામેલ શખ્‍સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં વ્‍યાજખોરી, મારામારી અને ધમકીના અનેક ગુનામાં સામેલ સંજયસિંહ ઉર્ફે ચીન્‍ટુ મહેન્‍દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૩) (રહે.લક્ષ્મીવાડી શેરી નં.૭/૧૬)ને પાસામાં ધકેલવા માટે પી.સી.બી. શાખાના પીઆઇ એમ. આર. ગોંડલીયા હેડકોન્‍સ રાજુભાઇ દહેકવાલ અને ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયાએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇશ્‍યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. મયુરધ્‍વજસિંહ સરવૈયા તથા પીએસઆઇ એમ.એન. વસાવા સહિતે લક્ષ્મીવાડીના સંજયસિંહ ઉર્ફે ચીન્‍ટુની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કર્યો હતો.

(4:13 PM IST)