<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

૧૧મીએ રાજકોટ આવતા ભુપેન્‍દ્રભાઇ કરોડોના વિકાસ-લોકાર્પણ-ખાતમુર્હુતો

કલેકટર-પંચાયત-કોર્પોરેશન-માર્ગ-મકાનના અનેક પ્રોજેકટ

 

રાજકોટ, તા., ૩: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આગામી ૧૧મી તારીખે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્‍યમંત્રીના આગમનને લઈને રાજકોટ મહાનગરપાલિકા જિલ્લા પંચાયત, અને જિલ્લા કલેક્‍ટર તંત્ર દ્વારા અનેક વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ મુલાકાત દરમિયાન મુખ્‍યમંત્રી વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્‍ટ્‍સને  લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે રાજકોટ મહાનગરપાલિકાના હસ્‍તકના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રીના હસ્‍તે કરવામાં આવશે.જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્‍લોટ ફાળવણી સહિત અન્‍ય ઘણા બધા વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જિલ્લા કલેક્‍ટર હસ્‍તકના અનેક વિકાસના કામો માટેના ખાતમુહૂર્ત પણ મુખ્‍યમંત્રીના હસ્‍તે કરવામાં આવશે. 

(2:59 PM IST)