<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

નથુ તુલસી ઔદિચ્‍ય જ્ઞાતિ સમાજ દ્વારા કાલે એક દિવસીય રાસોત્‍સવ

હાઇ વોલ્‍ટેજ ડી.જે.ના સથવારે ખેલૈયાઓ ઝુમશે : અલ્‍પાહારની પણ વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૩ : નથુ તુલસી ઔદિચ્‍ય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ રાજકોટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જ્ઞાતિજનો માટે કાલે તા. ૪ ના શનિવારે એક દિવસીય રાસોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નથુ તુલસી ઔદિચ્‍ય જ્ઞાતિ સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે છેલ્લા ૧૧ વર્ષથી રસોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ કાલે તા.૪ ના સાંજે ૬ થી ૧૦ સુધી અભય ભારદ્વાજ કોમ્‍યુનીટી હોલ, વિભાગ-ર, પેરેડાઇઝ હોલની બાજુમાં, બાપા સીતારામ શરદોત્‍સવ યોજેલ છે.

જેમાં ૧ થી ૧૫ વર્ષ અને ૧૫ વર્ષથી ઉપરના ખેલૈયાઓના ગૃપ પાડી વેલડ્રેસ, પ્રિન્‍સ, પ્રિન્‍સેસને ઇનામો આપી પ્રોત્‍સાહીત કરાશે. હાઇવોલ્‍ટ ડી.જે.ના સથવારે ખેલૈયાઓ ઝુમી ઉઠશે. સમાજના આગેવાનોના હસ્‍તે ઇનામ વિતરણ કરાશે. કાર્યક્રમના અંતે અલ્‍પાહારની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

એક દિવસીય આ રાસોત્‍સવને સફળ બનાવવા નથુ તુલસી ઔદિચ્‍ય જ્ઞાતિ સમાજના પ્રમુખ અંબરીષભાઇ જે. વ્‍યાસ (મો.૯૪૨૭૭ ૨૬૬૨૯), ઉપપ્રમુખ સનતભાઇ કે. પંડયા, હર્ષદભાઇ કે. મહેતા, મહામંત્રી પ્રકાશભાઇ કે. ભટ્ટ, પ્રકાશભાઇ કે. ભટ્ટ, ખજાનચી રાજેશભાઇ એ. વ્‍યાસ, કારોબારી સભ્‍યો રવિભાઇ વ્‍યાસ, પ્રશાંતભાઇ જે. રાવલ, હરેશભાઇ વી. પંડયા, પિયુષભાઇ એચ. ભટ્ટ, ધર્મેન્‍દ્રભાઇ એ. જોષી, મિલનભાઇ એચ. રાજયગુરૂ, નિરજભાઇ જે. રાજયગુરૂ, સમર્થભાઇ યુ. ઉપાધ્‍યાય જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નથુ તુલસી ઔદિચ્‍ય જ્ઞાતિ સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૪)

(3:29 PM IST)