<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

માર્ગી વૈષ્‍ણવ સાધુ સમાજ દ્વારા કાલે રાસોત્‍સવ

પુનમબેન ગોંડલીયા, તુલશીબેન કાપડી, શ્રૃતિબેન દુધરેજીયા, હિનાબેન કાપડી આશિષભાઇ હરીયાણી, નિતાબેન કાપડી સ્‍વરનો જાદુ રેલાવશે : ૧૫૦ થી વધુ ખેલૈયાઓને પ્રોત્‍સાહક ઇનામો અને વિજેતાઓને સરપ્રાઇઝ ઇનામો અપાશે

રાજકોટ તા. ૩ : માર્ગી વૈષ્‍ણવ સાધુ સમાજ રાજકોટ દ્વારા કાલે તા. ૪ ના વિરાણી ગ્રાઉન્‍ડ ખાતે એક દિવસીય રાસોત્‍સવ ‘બાય બાય નવરાત્રી-ર૦રપ'નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા માર્ગી વૈષ્‍ણવ સાધુ સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે યુવા ટીમ દ્વારા સમાજહિતના વિવિધ આયોજનો થઇ રહ્યા છે તેના ભાગરૂપે વિરાણી ગ્રાઉન્‍ડ રોયલ રજવાડી ખાતે એક દિવસીય રાસોત્‍સવનું જ્ઞાતિજનો માટે આયોજન કરાયુ છે.

કાલે તા. ૪ ના સાંજે ૬ વાગ્‍યાથી મોડી સાંજ સુધી આયોજીત આ રાસોત્‍સવમાં લાઇને એરે સાઉન્‍ડ સીસ્‍ટમ અને આરજીબી લાઇટીંગ વચ્‍ચે ખેલૈયાઓ ઝુમી ઉઠશે. પૂનમબેન ગોંડલીયા, તુલસીબેન કાપડી, શ્રુતિબેન દુધરેજીયા, હીનાબેન કાપડી, આશીષભાઇ હરીયાણી, નિતાબેન કાપડી વગેરે કલાકારો મધુર સ્‍વર પીરસી ખેલૈયાઓને જોમ ચડાવશે. આર. જે. અજયસિંહ ચુડાસમા પણ મનોરંજન કરાવશે. પહેલા રાઉન્‍ડના ૧૫૦ થી વધુ ખેલૈયાઓને પ્રોત્‍સાહક ઇનામો તેમજ વિજેતાઓ માટે સરપ્રાઇઝ ઇનામો રાખેલ છે.

સમગ્ર રાસોત્‍સવમાં રાજકીય આગેવાનો અને સમાજ શ્રેષ્‍ઠીઓ તથા દાતાઓ વિશેષ ઉપસ્‍થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા ચેતનભાઇ ગોંડલીયા, વલ્લભભાઇ ગોંડલિયા, ઉજેશભાઇ દેશાણી, અમિતભાઇ ગોંડલીયા, જીજ્ઞેશભાઇ ગોંડલીયા, રાજભાઇ દેશાણી, રમેશભાઇ સરપદડીયા, રાજેશભાઇ કાપડી (છાપરા), વિમલભાઇ ગોંડલીયા, નિલેશભાઇ દાણીધારીયા, ભાવેશભાઇ દાણીધારીયા, રાજેશભાઇ ટી. કાપડી, શિવમ હરીયાણી, તુષારભાઇ દાણીધારીયા, સચિનભાઇ ગોંડલીયા, મિલન હરિયાણી, શ્‍યામ ગોંડલીયા, વિપુલ દુધરેજીયા, મિલનભાઇ હરીયાણી, ઇશ્વરદાસ દેશાણી, યશ ગોંડલીયા રાજુભાઇ કાપડી તથા યુવા સમિતિ જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી માર્ગી વૈષ્‍ણવ સાધુ સમાજના આગેવાનો નજરે પડે છે. 

(3:32 PM IST)