તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
કોઇ તાંતણીયા ઘરેથી તેડાવો મારી બેનું રે, ખોડીયાર રમવાને આવો.....
જય વાંસગીદાદા જય મેલડીમા ગરબી મંડળની ગરબીમાં ૨૨૦ બાળઓને પ્રાચીન રાસની રમઝટ

રાજકોટઃ જય વાસંગીદાદા જય મેલડીમાં ગરબી મંડળ દ્વારા કુવાડવા રોડ, જય હિન્દ મોટર્સ સામે, વલ્લભનગર-૧ અનુમાન મંદીરવાળા મેદાન ખાતે ત્રણ દાયકાથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીની ૨૨૦ બાળઓ દ્વારા ગાયક અક્ષય વાઢેરના સંગાથે મંજીરા ગોપાલ ખરગીયા, ઢોલક-કલ્પેશભાઇ, મહાવીરસીંહ અને પેટી હરેશભાઇ પરસાણા જમાવટ કરે છે ભુવા રાસ, માડી તારા અઘોર નગારા વાગે, રામાપીરનો રાસ, લીલા પીળાનેજા ફરકે ડાંડીયા રાસ, કરતાલ રાસ, ખંજરીરાસ તેમજ દરરોજ તલવાર રાસ, અલગ અલગ નાટક રજુ કરવામાં આવે છે. આયોજનમાં દીનેશભાઇ, મેહુલભાઇ, ગોપાલભાઇ, હરેશભાઇ, કલ્પેશભાઇ જોડાયા છે.
આ ગરબીમાં બાળાઓની ફી લેવામાં આવતી નથી અને રોજે નવી બાળાઓને જમવાનું ગરબી મંડળ તરફથી અને રાત્રે પણ નાસ્તો આપવામાં આવે છે.
(3:34 PM IST)










