<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્‍મજયંતિ પ્રસંગે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી

ભારતને આઝાદી અપાવવામાં લાલ બહાદુર શાસ્ત્રીની મહત્‍વની ભુમિકા યાદ કરવામાં આવેલ

 

રાજકોટ, તા. ૩: પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની તા. ર ઓકટોબરે ૧૨૧-મી જન્‍મજયંતિ પ્રસંગે અમરનાથ મહાદેવ મંદિર ગાર્ડનમાં આવેલ તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, મહાનુભાવ દ્વારા મસ્‍તક નમન અને ણામ કરવામાં આવેલ.

આ પુષ્‍પાંજલી કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, કોર્પોરેટરો નીલેશભાઈ જલુ, જીતુભાઈ કાટોડીયા, ડો. દર્શનાબેન પંડ્‍યા, મંજુબેન કુગસિયા, વોર્ડ નં.૯ના મહામંત્રી પ્રવિણભાઈ સેગલીયા, સહાયક કમિશનર વી.ડી. ઘોણીયા, અગ્રણી ઘનશ્‍યામભાઈ કુગસીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(૬.ર૦)

(3:34 PM IST)