તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 3rd October 2025
અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા શનિવારે ‘‘સોનલ ગરબો શીરે'' ગરબા મહોત્સવ
કંકણ ગ્રુપના ૮૦ થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે : હેમુગઢવી હોલ ખાતે દિવ્ય, ભવ્ય, સનાતન, નવ્ય, અદકેરુ આયોજન

રાજકોટઃ અસ્મીતા ફાઉન્ડેશન દ્વારા ‘‘સોનલ ગરબો શીરે'' અવિસ્મરણીય કાર્યક્રમ તારીખ ૪ ઓક્ટોબર શનિવારે સાંજે ૮:૩૦ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે ભવ્યતા સાથે યોજાશે. આ કાર્યક્રમ ફક્ત આમંત્રિત મહેમાનો માટે જ રાખવામાં આવેલ હોવાનું જણાવાયું છે.
અસ્મીતા ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા ‘‘સોનલ ગરબો શીરે '' કાર્યક્રમની માહિતી આપતા અસ્મીતા ફાઉન્ડેશનના મનીષ ભટ્ટ જણાવે છે કે ગુજરાતી લોકસંસ્કૃતિનું ગૌરવ ગણાતો ગરબો માત્ર નૃત્ય નથી, પરંતુ તે ગુજરાતની આત્મા, પરંપરા અને આસ્થા સાથે જોડાયેલો એક જીવંત વારસો છે. આ વારસાને તેની મૂળ પવિત્રતા, સૌંદર્ય અને ઉર્જા સાથે જનજન સુધી પહોંચાડવા માટે કાર્યરત રાષ્ટ્રીય સન્માન પુરસ્કૃત ‘‘કંકણ'' ગ્રુપના કલાકારો પોતાની વિવિધ કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરશે.
આ કાર્યક્રમનું ઉધ્દ્યાટન વજુભાઇ વાળા(પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ ભાજપ અગ્રણી),પરસોત્તમભાઈ રૂપાલાના શુભહસ્તે થશે, રામભાઈ મોકરીયા (સાંસદરાજયસભા), શ્રીમતી ભાનુબેન બાબરીયા (મંત્રી) ડો. ભરતભાઇ બોઘરા (પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ) રમેશભાઈ ટીલાળા , ડો. માધવભાઈ દવે (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર ), અરવિંદભાઈ પટેલ ( ઉધોગપતિ,ગુજરાત ફોર્જિંગ), મનસુખભાઈ પાણ( ઉદ્યોગપતિ), નાથાભાઈ કાલરીયા ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલારા, હરિભાઈ પટેલ (પૂર્વ સાંસદ), ડો. વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ કેન્દ્રિય મંત્રી), ઉમેશભાઈ રાજયગુરુ (ભાજપ અગ્રણી), કશ્યપભાઈ શુક્લ (ભાજપ અગ્રણી), અરવિંદભાઈ રૈયાણી (પૂર્વ મંત્રી-ગુજરાત રાજય), ભીમાભાઇ કેશવાલા (હિન્દુસ્તાન પોજેક્ટ), કલ્પકભાઈ મણિયાર (સીએ સહકારી અગ્રણી), ભુપતભાઇ બોદર (જિલ્લા ભાજપ અગ્રણી), દિનેશભાઇ અમૃતિયાં (જિલ્લા ભાજપ અગ્રણી), ઉમેશભાઈ રાજયગુરુ (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), ભીખાભાઈ વિરાણી ( ઉદ્યોગપતી),અંજલીબેન રૂપાણી (મહિલા ભાજપ અગ્રણી),નરેન્દ્રસિંહ જાડેજા (જીલ્લા ભાજપ અગ્રણી), મનીષભાઈ રાડિયા (દંડક રાજકોટ મ્યુનિ. કો.), ભરતભાઇ બેલાણી (અમીધારા ડેવેલોપર્સ), કમલેશભાઈ મહેતા (ચેરમેન વધાર ફાઉન્ડેશન, અગ્રણી બીલ્ડર) સાથેના ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમ ત્રણ કલાકનો રહેશે જેમાં દરેક કૃતિઓ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે, અને ૧૫ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવશે. તેમાં ગરબાની જુદી-જુદી શૈલીઓ, સંગીત અને નૃત્યનો સુમેળ રજૂ થશે. કાર્યક્રમનું સંકલન કલ્પન અને નૃત્ય નિર્દેશક કંકણ મેને- ટ્રસ્ટી ટ્વિંકલ જાગાણી અને ટ્રસ્ટીઝલક મીહિર છાયા અને મિરવા સગપરીયા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘‘સોનલ ગરબો શીરે'' એક એવું સાંસ્કૃતિક યજ્ઞ છે, જે ગરબાની શરૂઆતથી લઈને તેની યાત્રા અને વિકાસ સુધીની અનોખી સફરને રજૂ કરશે. કંકણ ગ્રુપના ૮૦ કરતાં વધુ કલાકારો દ્વારા પરંપરાગત ગરબા, ગરબી, રાસ અને વિવિધ કલાત્મક કૃતિઓ રજુ કરવામાં આવશે.
અસ્મીતા ફાઉન્ડેશનનાં ઉપક્રમે યોજાનાર કાર્યક્રમ ‘‘સોનલ ગરબો શીરે '' માત્ર એક પ્રદર્શન નથી - તે ગુજરાતની અસલ ઓળખ, માતાજીની ભક્તિ અને ગરબાની દિવ્ય ઉર્જાને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ છે. આ કાર્યક્રમ દ્વારા દર્શકોને માત્ર મનોરંજન નહીં પરંતુ અભિમાન, ભક્તિ અને પરંપરાનો જીવંત અનુભવ થશે.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનીષભાઈ ભટ્ટ, મિતલ ખેતાણી, આશિષ ભુતા, યોગેશ પાંચાણી, પ્રશાંત દવે, પ્રદીપ મહેતા, અભિષેક રબરા, વિરલ રાવલ, આનંદ અમૃતિયા, વિમલ જાની, દિનેશ ગજેરા, અભિષેક તાલાટિયા, પ્રશાંત માણેક, ચિરાગ પટોડિયા,મનીષ ગોળ, દિનેશ ગજેરા, વિજય કોઠીવાલ, દિનેશ દવે, મયુર ભટ્ટ, કમલેશ દુદકિયા, નીલ લોઢીયા, મનોજ અનડકટ, નીતિન મહેતા, શોરીન ગોવાણી સહિતની ટીમ જેહમત ઉઠાવી રહી છે. કાર્યક્રમની વિશેષ વિગતો માટે મનીષભાઈ ભટ્ટ (મો. ૯૮૨૫૪ ૭૭૫૦૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
(3:53 PM IST)










