News of Friday, 3rd October 2025
તહેવારોમાં મીઠાઇ- ફરસાણની દુકાનોમાં ધોંસઃ ૩૬ નમુના લેવાયા
મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચકાસણીઃ ૯ ધંધાર્થીઓને મીઠાઇમાં યુઝ બાઇ ડેટ દર્શાવવા નોટીસ

રાજકોટ તા.૩: તહેવારો દરમ્યાન મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો- વિક્રેતાઓને ત્યાં ચેકીંગ અને નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારમાં આવેલ મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓના ૪૪ એકમો તપાસવામાં આવેલ. તેમજ ૦૯ ધંધાર્થીઓને મીઠાઇના જથ્થા પર યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ આપવામાં આવેલ તથા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ મીઠાઇ તથા ફરસાણના કુલ ૩૬ નમૂના લેવામાં આવેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઆમાં બાલાજી ફરસાણ (સ્વામિનારાયણ ચોક, કળષ્ણનગર મેઇન રોડ) , આશા ફરસાણ (સ્વામિનારાયણ ચોક, કળષ્ણનગર મેઇન રોડ), પટેલ ફરસાણ (સ્વામિનારાયણ ચોક પાસે, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ), ભગવતી ફરસાણ (ગુરુપ્રસાદ ચોક, કળષ્ણનગર મેઇન રોડ), શ્રી ખોડિયાર ડેરી ફાર્મ (પારસ એપાર્ટમેન્ટ, શોપ નં.૦૩, ૮૦ઁ રોડ, પપૈયાવાડી મેઇન રોડ), જય સિયારામ ફરસાણ હાઉસ (ગોકુલધામ મેઇન રોડ, આવાસ યોજના સામે), ગાત્રાળ ડેરી ફાર્મ (માધવ પાર્ક-૩, કળતિ એપાર્ટમેન્ટ પાછળ, ૧૫૦ ફુટ રિંગ રોડ) , અંબીકા ફરસાણ (માધવ પાર્ક-૩, કળતિ ઓનેલા પાછળ, ૧૫૦ ફુટ રિંગ રોડ) તથા બાલાજી ફરસાણ માર્ટ (હનુમાન મઢી ચોક, રૈયા રોડ)ને હાઈજેનિક કન્ડિશન તથા યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નોટિસ આપવામાં આવેલ.
મીઠાઇ- ફરસાણના ૩૬ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓ પાસેથી કુલ ૩૬ નમૂના લેવામાં આવેલ. જેમાં પિસ્તા લાડુ (લુઝ) અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ, મલાઈ કેક (લુઝ) -ક્રિષ્ના જાંબુ, વાણિયાવાડી મેઇન રોડ, બોલબાલા માર્ગ, કાજુ કતરી (લુઝ) વળંદાવન ડેરી ફાર્મ, ભક્તિનગર ચોક, ધારી (લુઝ) વળંદાવન ડેરી ફાર્મ, ભક્તિનગર ચોક, ટીકડી સાટા (લુઝ): સ્થળ -ભગવતી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ, તીખી પાપડી ગાંઠિયા (લુઝ) ભગવતી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ, જલેબી (લુઝ) બાલાજી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ, તીખી પાપડી (લુઝ) બાલાજી ફરસાણ, ગોવિંદબાગ માર્કેટ, મીઠા સાટા (લુઝ) જય જલારામ સ્વીટ એન્ડ ફરસાણ, પેડક રોડ, પકવાન (ફરસાણ- લુઝ) જય જલારામ સ્વીટ એન્ડ ફરસાણ, પેડક રોડ, ટીકડી સાટા મીઠા (લુઝ): ન્યુ ભારત સ્વીટ માર્ટ, પેડક રોડ, ટોપરાનો મેસુબ (લુઝ) ન્યુ ભારત સ્વીટ માર્ટ, પેડક રોડ, મીઠા સાટા (લુઝ) શ્રી નાથજી ફરસાણ માર્ટ, પેડક રોડ, પાપડી ગાંઠિયા (લુઝ) શ્રી નાથજી ફરસાણ માર્ટ, પેડક રોડ, ફાફડા ગાંઠિયા (લુઝ) ભગવતી સ્વીટ & નમકીન, સદગુરુ તીર્થ ધામ સામે, રૈયા રોડ, મીઠા સાટા (લુઝ) ભગવતી સ્વીટ ્રૂ નમકીન, સદગુરુ તીર્થ ધામ સામે, રૈયા રોડ, ખાતેથી નમુના લેવાયેલ.
જયારે પાપડી ગાંઠિયા (લુઝ) પારસ સ્વીટ માર્ટ, રૈયા રોડ, હનુમાન મઢી ચોક, મીઠા સાટા (લુઝ) પારસ સ્વીટ માર્ટ, રૈયા રોડ, હનુમાન મઢી ચોક, ફાફડા ગાંઠિયા (લુઝ): સ્થળ -મુરલીધર સ્વીટ માર્ટ ્રૂ ફરસાણ, હનુમાન મઢી ચોક, જલેબી (લુઝ) મુરલીધર સ્વીટ માટે & ફરસાણ, હનુમાન મઢી ચોક, જલેબી (લુઝ) હરભોલે ડેરી ફાર્મ, રૈયા રોડ, મીઠા સાટા (લુઝ) હરભોલે ડેરી ફાર્મ, રૈયા રોડ, ફાફડા (લુઝ) હરિકળષ્ણ બેકરી ્રૂ નમકીન, સ્વામિનારાયણ ચોક, કળષ્ણનગર મેઇન રોડ, જેલબી (લુઝ) જય બાલાજી ફરસાણ, સ્વામિનારાયણ ચોક, કળષ્ણનગર મેઇન રોડ, પનીર લાડુ (લુઝ) આશા ફરસાણ, સ્વામિનારાયણ ચોક, કળષ્ણનગર મેઇન રોડ, જલેબી (લુઝ) પટેલ ફરસાણ, સ્વામિનારાયણ ચોક પાસે, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, જલેબી (લુઝ) રામેશ્વર ફરસાણ હાઉસ, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, જેલી હલવો (લુઝ) ભગવતી ફરસાણ, ગુરુપ્રસાદ ચોક, કળષ્ણનગર મેઇન રોડ, ટોપરા પાક (લુઝ) શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, પારસ એપાર્ટમેન્ટ, શોપ નં.૦૩, ૮૦ ફુટ રોડ, પપૈયાવાડી મેઇન રોડ, મેસુબ (લુઝ) જય સિયારામ ફરસાણ હાઉસ, ગોકુલધામ મેઇન રોડ, આવાસ યોજના સામે, જલેબી (લુઝ) શ્રી પંચનાથ નમકીન સેન્ટર, સદર બજાર મેઇન રોડ, ફાફડા (લુઝ) શ્રી પંચનાથ નમકીન સેન્ટર, સદર બજાર મેઇન રોડ, જલેબી (લુઝ) મુરલીધર ફરસાણ, રણછોડવાડી સામે, રણછોડવાડી મેઇન રોડ, ન્યુ આશ્રમ રોડ, પાપડી ગાંઠિયા (લુઝ) મુરલીધર ફરસાણ, રણછોડવાડી સામે, રણછોડવાડી મેઇન રોડ, ન્યુ આશ્રમ રોડ, ક્રીમ મેંગો રોલ (લુઝ) બાલાજી ફરસાણ માર્ટ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, પાપડી ગાંઠિયા (લુઝ) બાલાજી ફરસાણ માર્ટ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતે નમુના લેવામાં આવ્યા હતા.
(3:55 PM IST)










