તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
અકિલા રઘુવંશી બીટસ રાસોત્સવનું ભવ્ય સમાપનઃ અનેરી સફળતા

રાજકોટઃ અકિલા રઘુવંશી બીટસ ૨૦૨૬ માં અંતિમ દિવસે માડી તારો ગરબો ધૂમતો જાય. મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે..., મન મોર બની થનગાટ કરે., રઘુકૂળ યુવા ગ્રુપ એ દીઠેલા, હરીઓમ વિઠ્ઠલા, સાંસો કી માલા પે હૈ શિવજી કા નામ.., ઓઢણી ઓહુ ને ઉડી ઉડી જાય., તમે કિયા તે ગામના ગોરી રે.. નગર મેં જોગી આયા., પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી- ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને વદે માતરમના રાષ્ટ્રગીત દાડીયાનું સમાપન કરેલ હતુ.
સતત દસમાં વર્ષે શ્રી સ્થૂકુળ યુવા ગ્રુપ દ્વારા સાધુ વાસવાણી રોડ ઉપર, દશેરાના પવિત્ર દિવસે રાસોત્સવનું ભવ્ય સમાપન થયું હતું નવરાત્રીના નવ નોરતા દરમ્યાન દરરોજ ખેલૈયાઓ મનમુકીને સૂમ્યા હતા અને પોતાની કળાના સૌને દર્શન કરાવ્યા બાદ, તનતોડ મહેબત કરીને અને આનંદવિભોર થઈને આ ખેલૈયાઓએ અંતીમ દિવસે પણ સૌના દીલ જીતા લીધા હતા. એક જોઈને એક ભુલીએ તેવા લ્લશ્યો પરીસરમાં સર્જાયા હતા.
સલાહકાર સમિતીના સભ્યો રમણીકભાઈ દાવડા, લલીતભાઈ બુધ્ધદૈવ, વિજયભાઈ કકકડ, જગદીશભાઇ બલદેવ, રાજુભાઈ સાયાણી, સ્વીભાઈ કકકડ, કલ્પેશભાઈ કોટક સહિતના રાસોત્સવમાં જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. યુવા કમિટીના નિરવભાઈ રૂપારેલીયા, નિશાદભાઈ સૂચક, ધર્મેન્દ્રભાઈ કારીયા, કિશનભાઈ પોપટ, ચિંતનભાઈ વિઠ્ઠલાણી, જયભાઈ દેવાણી, પારસભાઈ કુંડલીયા, વિનીતભાઈ સોમૈયા, શુભમભાઈ કતીરા, પાર્થભાઈ સચદે, પ્રિયાંતભાઈ, સંદીપભાઈ ગંદા, સાર્થકભાઈ ગણાત્રા, કિશનભાઈ ચોલેરા, તુષારભાઈ વિઠ્ઠલાણી, તુષારભાઈ રૂપારેલીયા, ધવલભાઈ પોપટ, હિરેનભાઈ અનડકટ, સિધ્ધાથભાઈ રૂપારેલીયા, નિરવભાઈ કકકડ, રાજુભાઈ નાગરેયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઇ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્ખર તથા ઉત્સાહી સાથી ટીમે સૌનો આભાર વ્યકત કરેલ હતો.(૩૮.૩૩)
(3:57 PM IST)










