<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગવાણા ગામે જૈન ટ્રસ્‍ટને પોતાનું મકાન અર્પણ કરતા ચમનભાઇ સિંધવ

સુરેન્‍દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં થશે ઉપાશ્રય-દેરાસરનું નિર્માણ : ભૂમિપૂજન દર વર્ષે રપ૦ થી ૩૦૦ પૂ. ગુરૂભગવંતો તેમના મકાનમાં ર૦૧પ થી વિહાર દરમિયાન પધરામણી કરે છે

રાજકોટ :  જગવલ્લભ પાર્શ્વનાથ ભાતા ઘર ટ્રસ્‍ટ દ્વારા સુરેન્‍દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગવાણા ખાતે ઉપાશ્રય (ઉતારો) તથા દાદા નું જૈન દેરાસર નું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું હતું.

દર વર્ષે ૨૫૦ થી ૩૦૦ ગુરુ ભગવંતો નો વિહાર ઉતારો રહે છે તે સ્‍થળ નજીક પોતાનું મકાન જૈન મુનિઓનાં ઉતારા માટે અર્પી ચમનભાઇ સિંધવે પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યું છે.

આ અંગે  ચમનભાઈ સિંધવ મો. નંબર ૯૪૨૮૨૦૦૧૦૯ હિન્‍દુ અગ્રણી, પ્રભારી-ઓબીસી મોરચા-સુરેન્‍દ્રનગર જિલ્લા દ્વારા જણાવવામાં આવે છે કે પાર્શ્વનાથ દાદા ની અસીમ કળપાથી મારા મૂળ વતન ગવાણા,તાલુકો. પાટડી જિલ્લો, સુરેન્‍દ્રનગર જે સ્‍થાન ભવ્‍ય જૈન તીર્થધામ શંખેશ્વર ધામ થી  ૨૭ કિલોમીટર અમદાવાદ જતા આવેલ છે શંખેશ્વર થી પૂજ્‍ય ગુરુ ભગવંતો પૂજ્‍ય મહારાજ સાહેબો તથા પૂજ્‍ય સાધ્‍વી મહારાજ સાહેબો વિહાર કરતા હોય છે આ સ્‍થાન ઉપર દર વર્ષે ૨૫૦ થી ૩૦૦ મહારાજ સાહેબનો ઉતારો રહે છે પવિત્ર દિવસ દશેરા- વિજયાદશમી ના શુભ દિવસે આ સ્‍થાન ઉપર ભવ્‍ય ઉપાશ્રય (ઉતારો) તથા દાદા નું દેરાસર આકાર પામવા જઈ રહેલ છે. તેનું ભૂમિ પૂજન થયેલ.

આ સ્‍થાન જૈન ધર્મ સ્‍થાન બને તે માટે  જગવલ્લભ પાર્શ્વનાથ ભાતા ઘર ટ્રસ્‍ટ, અમદાવાદ ના ટ્રસ્‍ટીઓ  હાર્ટ સ્‍પેશિયાલિસ્‍ટ સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ અમદાવાદ  ડો. ભૂપેશભાઈ શાહ,  નિરવભાઈ શાહ,  રૂષભભાઈ શાહ,  જીગેશભાઈ ઝવેરી,  કેતનભાઇ શાહ,  નિમેષભાઈ શાહ ટ્રસ્‍ટના સહયોગથી ભવ્‍ય આકાર પામે તે માટે ગઈકાલે ભૂમિ પૂજન નો કાર્યક્રમ સંપન્ન થયેલ.

વર્ષ૨૦૧૫ થી ગુરુ ભગવંતોનો ઉતારાની વ્‍યવસ્‍થા ચમનભાઈ સિંધવ  ૅરાજ શક્‍તિ બંગલોૅ ખાતે થતી હતી આ સ્‍થાન પામતા વિશેષ ગવાણા ગામના તથા શંખેશ્વર જતા જૈન ભક્‍તોને સેવાનો લાભ મળશે. આ ભૂમિ પૂજન કાર્યક્રમ માટે ખાસ ટ્રસ્‍ટ વતી અમદાવાદથી નિમેષભાઈ શાહ, ભૌમિનભાઈ શાહની વિશેષ ઉપસ્‍થિતિ રહેલ. ટ્રસ્‍ટ દ્વારા આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં પધારેલ  નિમેષભાઈ શાહ તથા ભોમીનભાઈ શાહનું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ  ચમનભાઈ સિંધવ દ્વારા સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ.

કાર્યક્રમની વ્‍યવસ્‍થા ગવાણા નગરશેઠ  મહેન્‍દ્રભાઈ પારેખ દ્વારા કરવામાં આવેલ. આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગવાણા ગામના અગ્રણી  ચમનભાઈ સિંધવ, ધનાભાઈ વણોલ, અજાભાઈ ડોડીયા, ગોવિંદભાઈ પઢારીયા, ખેંગારજી ઠાકોર, દિનેશભાઈ રાઠોડ,લાલાભાઈ વણોલ તથા ગવાણા ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલખાસ ઉપસ્‍થિત રહેલ.

(4:08 PM IST)