<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

કોર્પોરેશન ચૂંટણીમાં વોર્ડ નં.૧ અને ૭માં આદિવાસી અનામત સીટ રોટેશન મુજબ રાખવા માંગણી

કલેકટરને આવેદન : આદિવાસી બચાવો સમિતિની રજૂઆત

રાજકોટ, તા. ૩ : આદિવાસી બચાવો સમિતિએ રાજય ચૂંટણીપંચને સંબોધી કલેકટરને આવેદન પાઠવી  આદીવાસી અનામત સીટ (એસ.ટી. રીઝર્વ સીટ) રોટેશનના નીયમ અનુસાર વોર્ડ નં. ૧ અને ૭ માં આવતી હોય તે મુજબ જ રોટેશન કાયમ રાખવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે,  શહેર ખાતે વર્ષોથી  આદીવાસી અનામત સીટ ફાળવવાની આવતી હોય છે. તે અનામત સીટમાં વધારો કરી  (બે) કરી આપવી જેથી કરીને અમારા આદીવાસી સમાજનું પ્રતિનિધિત્‍વ વધે અને સરકારના ચુંટણી પંચ દ્વારા સ્‍થાનીક સ્‍વરાજની ચુંટણીમાં જે તે સમયે આદીવાસી અનામત સીટ વોર્ડ નં. ૧, વોર્ડ નં. ૭, વોર્ડ નં. ૧૪, વોર્ડ નં. ૧૮ આમ જુના સીમાંકન મુજબ ટોટલ -૪ વોર્ડમાં અનામત બેઠક રોટેશન પ્રમાણે ફાળવેલ છે. તે પૈકી વોર્ડ નં. ૧ માંથી તેમજ વોર્ડ નં. ૧૫ માંથી રોટેશન જતુ રહયુ હોય, જેમાં વોર્ડ નં. ૧ માં પુરૂષ અને વોર્ડ નં. ૧૫ માં મહીલા રોટેશન જતુ રહીયુ હોય જેમાં કોઈ પણ પક્ષ દ્વારા વોર્ડ નં. ૧૫ માં આદીવાસી મહીલાને ટીકીટ નો આપેલ હોય, આમ કરી આદીવાસી સમાજને મળતુ એક જ રાજકીય પ્રતિનિધિત્‍વ પણ પુરુ કરી દેવામાં આવેલ હોય, આવનારા સ્‍થાનીક સ્‍વરાજની ચુંટણીની દીવસો જયારે નજીક હોય, ત્‍યારે અમો આદીવાસી સમાજની સીટ રોટેશન પ્રમાણે આવનારા કોર્પોરેશન ઈલેક્‍શનમાં આદીવાસી અનામત વોર્ડ નં. ૭ માં આવતી હોય, પણ  અમારા આદીવાસી સમાજનુ પ્રતિનિધિત્‍વ વોર્ડ નં. ૭ માંથી ન થાઈ તેવું થઇ રહ્યું હોય, આથી વોર્ડ નં. ૭માં નીયમ અનુસાર અનામત સીટ આપવી.  

(4:09 PM IST)