તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
વાહન કેમ સરખુ નથી ચલાવતા, બહુ હવા લાગે છે? કહી બે મિત્રો પર ધોકાથી હુમલો
ગોંડલ રોડ માલધારી ફાટક પાસે બનાવઃ પહેલા બે શખ્સે ગાળો દીધી, પછી બીજા બેને બોલાવ્યા હર્ષિલ તળપદા અને મિત્ર રઇશ શેખને ચાર શખ્સે ફટકાર્યાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: શહેરમાં નાની નાની વાતે લોકો ધોકાવાળી કરી લેતાં હોવાના બનાવ વારંવાર બને છે. દરમિયાન ગોડલ રોડ માલધારી ફાટક નજીક બે મિત્રો ટુવ્હીલર પર જતાં હતાં ત્યારે પગપાળા જઇ રહેલા બે શખ્સોએ તેને જોઇને વાહન ચલાવવાનું કહી ગાળો દઇ બીજા બે જણાને બોલાવ્યા બાદ ચારેયએ મળી આ મિત્રોને ધોકાથી ફટકારતાં સારવાર લેવી પડી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ રોલેક્ષ રોડ સાઇબાબા સર્કલ નજીક ઇશ્વર પાર્ક-૨માં રહેતાં હર્ષિલભાઇ મુકેશભાઇ તળપદા (ઉ.વ.૨૯) નામના યુવાનની ફરિયાદ પરથી ૪ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે
હર્ષિલભાઇ મિકેનીલક એન્જિનીયર છે અને પરિવાર સાથે રહે છે તેમજ જીત ઇન્ડસ્ટ્રીયલ એરીયા સ્વાતિ પાર્કમાં ઇ-કોમર્સનું કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે સાડા પાંચેક વાગ્યે હું અને મારો મિત્ર રઇશ ફિરોઝભાઇ સમા મારુ એક્ટીવા જીજે૦૩પીએફ-૮૪૯૦ લઇને માલધારી ફાટક પાસે પહોંચ્યા હતાં ત્યારે એક્ટીવા મારો મિત્ર રઇશ ચલાવતો હતો. સાઇબાબા સર્કલ તરફ જતી વખતે માલધારી ફાટક પાસે અમારા વાહનની આગળ બાઇક પર અજાણ્યા બે શખ્સો રસ્તો ઓળંગતા હોઇ મારા મિત્ર રઇશે નજીકથી એક્ટીવા હંકારતાં આ બંનેએ રઇશને જોઇને ચલાવવાનું કહેતાં રઇશે જોઇને જ ચલાવુ છું, તમને ક્યાં વાહન અડયું? તેત કહેતાં આ બંનેએ ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી.
આથી અમે અમારુ વાહન સાઇડમાં રાખી ઉભા રહ્યા હતાં અને બંનેને ગાળો નહિ બોલવા સમજાવ્યા હતાં. આ વખતે બંને વધુ ગાળો બોલવા માંડયા હતાં અને નજીકમાં ઇન્ડિયન ક્રેઇન સર્વિસની ઓફિસ છે ત્યાંથી બીજા બે શખ્સોને બોલાવ્યા હતાં. જેમાં એકના હાથમાં ધોકો હતો. બાદમાં ચારેય જણાએ અમારી પાસે આવી તમને બહુ હવા છે તેમ કહી ધોકાથી હુમલો કરી મારા મિત્ર રઇશને પગમાં ઘા ફટકારી દીધો હતો. તેમજ હું વચ્ચે પડતાં મને કપાળ ઉપર ઘા મારી દેતાં લોહી નીકળવા માંડતાં હું નીચે પડી ગયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ શખ્સો ભાગી ગયા હતાં.
બાદ મિત્ર રઇશે અમારા બીજા મિત્ર પ્રીતક, ગોૈતમને બોલાવતાં તેઓ આવી ગયા હતાં અને પ્રથમ નક્ષકિરણમાં સારવાર માટે લઇ ગયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે મોટા મવા લેન્ડમાર્ક હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં આઇસીયુમાં દાખલ કરાયો હતો. વાહન જોઇને ચલાવવાનું કહી બે અજાણ્યા શખ્સોએ પહેલા અમને ગાળો દીધી હતી અને બાદમાં બીજા બે જણાને બોલાવી ધોકાથી માર માર્યો હતો. તેમ વધુમાં હર્ષિલભાઇએ કહેતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એચ. એમ. ધરજીયાને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(1:22 PM IST)










