<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાચીન ગરબી મંડળની ૭ હજારથી વધુ બાળાઓને લ્‍હાણી વિતરણ

રાજકોટઃ મહાનગરપાલિકાનાં ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નં.૦૩ કોર્પોરેટર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા પોતાના વોર્ડ વિસ્‍તારમાં નવલી નવરાત્રિ પર્વે પ્રાચીન ગરબી મંડળમાં માઁ આદ્યશક્‍તિની ભક્‍તિ આરાધના કરી દર્શનનો લાભ લીધેલ. તેમજ પ્રાચીન ગરબી મંડળની તમામ બાળાઓને લ્‍હાણી વિતરણ કરવામાં આવેલ. જેમાં મનહરપુર, આંબેડકરનગર, ક્રુષ્‍ણનગર સોસાયટી, સત્‍યમ શીવમ સુંદરમ સોસાયટી, પરાસર પાર્ક, યાગરાજ નગર, રાધા પાર્ક, અયોધ્‍યા સોસાયટી, ઉમીયાધાર, શેઠનગર, નંદનવન સોસાયટી, આસ્‍થા સોસાયટી, જીહીત પાર્ક, વળંદાવન સોસાયટી, માધાપર, રેલનગર, રેલનગરની આવાસ ટાઉનશીપ, વાલ્‍મીકીવાસ, રૂખડીયાપરા, ૫૩ કવાર્ટર, સ્‍લમ ક્‍વાર્ટર, કોઠી કમ્‍પાઉન્‍ડ, પોપટપરા, સંતોષીનગર, જંકશન પ્‍લોટ, સીંધી કોલોની, પરસાણાનગર, હંસરાજનગર, બેડીનાકા ટાવર, દરબારગઢ , ગાયકવાડી વિસ્‍તાર, મોચી બજાર વિગેરે વિસ્‍તાર તેમજ ઘંટેશ્વર વિસ્‍તાર સહિતની પ્રાચીન ગરબી મંડળની ૭૦૦૦ થી વધુ બાળાઓને લ્‍હાણી વિતરણ કરવામાં આવેલ. જે બદલ તમામ ગરબી મંડળના સંચાલકો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ અને નવરાત્રીની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવેલ. (૩પ-૧પ)

(2:42 PM IST)