<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

મહાત્‍મા ગાંધી ટ્રસ્‍ટ સંચાલિત શાળાઓના ભુલકાઓએ મનભરીને માણ્‍યો અર્વાચિન રાસોત્‍સવ

રાજકોટ : મહાત્‍મા ગાંધી ટ્રસ્‍ટ સંચાલિત પ્રાથમિક શાળા, માધ્‍યમિક શાળા અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે માં આદ્યશક્‍તિના પર્વનું આયોજન બાલભવન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે કરાયુ હતુ. આ એક દિવસીય અર્વાચીન રાસોત્‍સવમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી ટ્રેડિશ્‍નલ ડ્રેસમાં માં જગદંબાની ઉત્‍સાહભેર આરાધના કરી હતી. ૧૪૦૦ થી વધુ ખેલૈયાઓ ટ્રેડીશ્‍નલ ડ્રેસ પહેરીને ઝુમી ઉઠયા હતા. મહેમાનો અને વિદ્યાર્થીઓના હસ્‍તે માતાજીનું પૂજન-આરતી કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. રાસોત્‍સવના અંતે પ્રિન્‍સ, પ્રિન્‍સેસ તથા વેલડ્રેસ વિજેતા વિદ્યાર્થીઓને મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી, સંસ્‍થાના આચાર્યશ્રીઓના હસ્‍તે ઇનામ વિતરણ કરાયુ હતુ. નિર્ણાયક તરીકે અનિતાબેન આહ્યા, અનિતાબેન નેનુજી, હેતલબેન ગઢીયા, દુલારીબેન કંસારા, નિયતિબેન પાબારી, મયુરીબેન માંડલિયા, કિરણબેન વડગામા વગેરેએ સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્‍થાના ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લાલ બહાદુર શાષાી અંગ્રેજી માધ્‍યમ શાળાના ભારતીબેન નથવાણી અને રાધાબાઇ અકબરી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મયુરીબેન ચુડાસમા અને સ્‍ટાફ પરિવારે કર્યુ હતુ. 

(2:48 PM IST)