News of Saturday, 4th October 2025
સોરઠીયા રજપૂત સમાજના બહેનો માટે કાલે નિઃશૂલ્ક રાસોત્સવ
સોરઠીયા રજપૂત વિમેન્સ ફેડરેશન દ્વારા આયોજનઃ મોટી સંખ્યામાં જ્ઞાતિના બહેનો જોડાશે

રાજકોટઃ પ્રાતઃ સ્મરણીય પૂ. દેશળ બાપુ, વિરલ વિભૂતિ પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહા મુકતરાજ સંત પૂ.દેવુ ભગતની પ્રેરેણાથી સોરઠીયા રજપૂત વિમેન્સ ફેડરેશન આયોજિત સોરઠીયા રજપૂત સમાજના બહેનો માટે નિઃશુલ્ક રાસોત્સવ ૦૫ને રવિવારના રોજ સાંજે ૫ થી ૮ દરમ્યાન સોરઠીયા રજપૂત સમાજ ભવન ૧ દીપક સોસાયટી ગાંધીગ્રામ રાજકોટ ખાતે યોજાશે.
જેમાં ભાગ લેવા માટે જ્યોત્સનાબેન ચૌહાણ મો ૯૬૮૭૭૬૦૩૦૩નો તથા પદ્માબેન ડોડીયા મો ૮૨૮૦૫૫૯૬૦૩નો સંપર્ક સાધવો, રાસોત્સવ કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
આયોજનને સફળ બનાવવા માટે જયોત્સનાબેન ચૌહાણ, પદમાબેન ડોડીયા, નિમિષાબેન રાઠોડ, કમળાબેન ભટ્ટી, દિનાબેન ગોહેલ, હર્ષાબેન ચોૈહાણ, પૂજાબેન સોલંકી, ઇલાબેન ખેર, નિરુબેન રાઠોડ, ગીતાબેન ચૌહાણ, મીતાબેન ડોડીયા, મીતાબે ચૌહાણ,નયનાબેન રાઠોડ, ગીતાબેન મારૂ કિરણબેન હાડો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગરથીરીયા)(૩૮.૩૦)
(3:09 PM IST)










